Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 'અમુક જગ્યાએ સરપંચ જ કોન્ટ્રાક્ટર થઇ જતા હોય છે' - જિલ્લા ભાજપ પ્રમુખ

VADODARA : સામાન્ય ચાર્જ પણ રાખવો જોઇએ. વર્ષો બાદ જ્યારે તેના ટાયર બદલવાના થાય, રંગરોગાન કરાવવાનું થાય તે તેનો ખર્ચ તેમાંથી કાઢી શકાય
vadodara    અમુક જગ્યાએ સરપંચ જ કોન્ટ્રાક્ટર થઇ જતા હોય છે    જિલ્લા ભાજપ પ્રમુખ
Advertisement

VADODARA : આજરોજ તાલુકા પંચાયત, વડોદરા દ્વારા વિવિધ સરકારી ગ્રાન્ટમાંથી જુદી જુદી ગ્રામ પંચાયતો માટે ટેન્કર ખરીદીને તેના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, સભ્યો તથા જિલ્લા ભાજપના પ્રમુખ સતિષ નિશાળિયા હાજર રહ્યા હતા. આ તકે સતિષ નિશાળિયાએ જાહેરમાં કહ્યું કે, અમુક ગામોમાં સરપંચ જ કોન્ટ્રાક્ટર થઇ જાય છે. તેવું ના કરતા. તો બીજી તરફ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારે જણાવ્યું કે, આ ટેન્કર થકી લોકોની પાણીની સમસ્યાનો અંત આવશે તેવો મને વિશ્વાસ છે. (VADODARA DISTRICT BJP PRESIDENT RAISE CONCERN FOR SARPANCH BECOME CONTRACTOR)

સાથે સામાન્ય ચાર્જ પણ રાખવો જોઇએ

આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળિયાએ જણાવ્યું કે, અમુક જગ્યાએ સરપંચો જાતે કોન્ટ્રાક્ટર થઇ જતા હોય છે. આ ટેન્કરો કોઇને ના આપે, અને પીવાના પાણી માટે જ તેનો ઉપયોગ થાય તેવું આયોજન કરવું જોઇએ. સાથે સાથે સામાન્ય ચાર્જ પણ રાખવો જોઇએ. વર્ષો બાદ જ્યારે તેના ટાયર બદલવાના થાય, રંગરોગાન કરાવવાનું થાય તે તેનો ખર્ચ તેમાંથી કાઢી શકાય. ખરેખર આ કામ તાલુકા પંચાયત દ્વારા કરાયું ત્યારે તમામ અધિકારીઓ અને સભ્યોને ખુબ ખુબ અભિનંદન. તેનો ખુબ સારો ઉપયોગ થાય તેવી જ અભ્યર્થતા.

Advertisement

પીવાના પાણીની સમસ્યા દુર થશે

આ તકે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારે જણાવ્યું કે, તાલુકા અને જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીમાંથી કુલ 11 ટેન્કરોના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેન્કરનો લાભ વિવિધ ગામોને મળશે. અને પીવાના પાણીની સમસ્યા દુર થશે. આ ટેન્કરનો ઉપયોગ પ્રસંગોપાત કરવામાં આવશે તેવી આશા હું રાખું છું.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : આખરે કારેલીબાગમાં રોડ સાઇડના દબાણો દૂર કરવાનું મુહૂર્ત નીકળ્યું

Tags :
Advertisement

.

×