Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ટેમ્પામાં ભીષણ આગ, પોલીસ-ફાયર જવાનો દોડી આવ્યા

VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ફાજલપુર પાસે ટેમ્પો ભીષણ આગની લપેટમાં આવી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ જવાનોએ ટ્રાફીક મેનેજમેન્ટ...
vadodara   દિલ્હી મુંબઇ એક્સપ્રેસવે પર ટેમ્પામાં ભીષણ આગ  પોલીસ ફાયર જવાનો દોડી આવ્યા

VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ફાજલપુર પાસે ટેમ્પો ભીષણ આગની લપેટમાં આવી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ જવાનોએ ટ્રાફીક મેનેજમેન્ટ અને ફાયર જવાનોએ સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરતા ગણતરીના સમયમાં જ સફળતા મળી છે. ટેમ્પામાં રાખેલો સામાન ખાખ થઇ ગયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

કેબિન અને અન્ય ભાગ આખું જ આગમી લપટોમાં આવી ગયું

વડોદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઇ હાઇવે પર આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે સવારે માલ-સામાન લઇને પસાર થઇ રહેલા ટેમ્પામાં અચાનક આગ લાગી હતી. કોઇ કંઇ સમજે તે પહેલા જ ટેમ્પાનું કેબિન અને અન્ય ભાગ આખું જ આગમી લપટોમાં આવી ગયું હતું. દરમિયાન ટ્રક ડ્રાઇવરે સમય સુચકતા વાપરીને સ્થળ છોડી દીધું હતું. જેના કારણે તેનો બચાવ થયો હતો.

પાણીનો પુરજોશમાં મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો

આગની ઘટના અંગે પોલીસ અને ફાયર વિભાગનો જાણ કરવામાં આવતા બંને આવી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પાણીનો પુરજોશમાં મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાને પગલે દોડી આવ્યા હતા. તે તમામને સલામત અંતરે રોકી રાખવામાં આવ્યા હતા.

Advertisement

માલ-સામાન ખાખ થઇ ગયો

ઘટનાને પગલે થોડાક સમય માટે ટ્રાફીકની સમસ્યા સર્જાઇ હતી. પરંતુ ત્યાર બાદ સમસ્યા ઉકેલાઇ ગઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં ટેમ્પામાં લઇ જવાતો માલ-સામાન ખાખ થઇ ગયો હતો. આગ પર કાબુ મેળવી લીધા બાદ પોલીસે નુકશાની અંગેની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : આજના સમયમાં અંગ્રેજોના જમાના જેવી સજા ટોક ઓફ ધી ટાઉન બની

Advertisement

Tags :
Advertisement

.