Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pipodara પાસે હાઇવે પર ટેમ્પો ભડભડ સળગી ઉઠ્યો, સદનસીબે કોઈ જાનહાની નહીં

સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા પાસે ટ્રાન્સપોર્ટના માલ ભરેલા ટેમ્પમાં એકાએક આગ લાગી હતી આગની ઝપેટમાં ટેમ્પો અને તેમાં રહેલો સમાન બળીને ખાખ થઈ ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેમાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતોદોડતા વાહનોમાં આગ લાગવાનો બનાવો અવાર નવાર બનતા રહે છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ માંગરોળ તા
pipodara પાસે હાઇવે પર ટેમ્પો ભડભડ સળગી ઉઠ્યો  સદનસીબે કોઈ જાનહાની નહીં
સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા પાસે ટ્રાન્સપોર્ટના માલ ભરેલા ટેમ્પમાં એકાએક આગ લાગી હતી આગની ઝપેટમાં ટેમ્પો અને તેમાં રહેલો સમાન બળીને ખાખ થઈ ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેમાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો
દોડતા વાહનોમાં આગ લાગવાનો બનાવો અવાર નવાર બનતા રહે છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકાના પીપોદરા પાસે નેશનલ હાઇવે 48 પરથી એક ટ્રાન્સપોર્ટનો માલ ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. દરમ્યાન ટેમ્પમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી
ટેમ્પમાં ધુમાડા નીકળ્યા બાદ આગ લાગતા ચાલકે ટેમ્પો હાઇવે પર જ ઉભો રાખી દીધો હતો અને પળભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઝપેટમાં ટેમ્પો અને તેમાં રહેલો સમાન આવી ગયો હતો બીજી તરફ સળગતા ટેમ્પાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી થોડાક સમય માટે અહીં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો

ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો 
સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર સામે આવ્યા નથી પરંતુ આગમાં ટેમ્પો અને તેમાં રહેલો સમાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.