ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વર્ગ - 3 માં સીધી ભરતીનો બનાવટી ઇ-મેલ મોકલી છેતરપીંડિ

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના ડભોઇ (DABHOI) માં પરિચીત વ્યક્તિએ સરકારની વર્ગ - 3 ની સીધી ભરતીમાં નોકરીએ લગાડવાના નામે ચુનો ચોપડ્યો છે. આરોપીઓએ અન્ય સાથે મળીને વિવિધ કારણોસર રૂ. 70 હજાર પણ પડાવી લીધા હતા. આખરે નોકરીના...
12:39 PM Oct 17, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના ડભોઇ (DABHOI) માં પરિચીત વ્યક્તિએ સરકારની વર્ગ - 3 ની સીધી ભરતીમાં નોકરીએ લગાડવાના નામે ચુનો ચોપડ્યો છે. આરોપીઓએ અન્ય સાથે મળીને વિવિધ કારણોસર રૂ. 70 હજાર પણ પડાવી લીધા હતા. આખરે નોકરીના ઇ-મેલ બનાવટી (GOVT JOB BOGUS EMAIL FRAUD) હોવાનું ધ્યાને આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને જે બાદ પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

સીધી ભરતીમાં તેની પસંદગી કરી શકે તેમ છે

ડભોઇ પોલીસ મથકમાં અંકુરકુમાર મહેન્દ્રભાઇ પરમાર (રહે. ડભોઇ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેણે બીએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ કરેલ છે. તેના મામાના ઘરે નિયમીત અવર-જવર રહેતી હતી. દરમિયાન ચાર વર્ષથી તે રાજ ત્રિભુવનદાસ મકવાણાના સંકર્કમાં છે. વર્ષ 2024 માં તે તેના માતા-પિતાને મળવા આવ્યો હતો. અને જણાવ્યું કે, સ્ટાફ આસીસ્ટન્ટ વર્ગ - 3 ની સીધી ભરતી આવેલી છે. પોતા હિસાબી અધિકારી આણંદ-જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવે છે. અને સીધી ભરતીમાં તેની પસંદગી કરી શકે તેમ છે. બાદમાં ફરિયાદી અને તેના માતા-પિતાએ હા પાડી હતી.

અરજીના સ્વિકારનો એક મેઇલ આવ્યો હતો

બાદમાં ફરિયાદીના તમામ જરૂરી ડોક્યૂમેન્ટ્સ લઇને ઇમેલ આઇડી મેળવવામાં આવ્યું હતું. બાદમાં રજીસ્ટ્રેશન કરવાનું જણાવ્યું હતું. જે બાદ અજાણ્યા ઇમેલ આઇડી પરથી ફરિયાદીને મેલ આવ્યો હતો. જેમાં રજીસ્ટ્રેશન થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. બાદમાં અરજીના સ્વિકારનો એક મેઇલ આવ્યો હતો. જેના એટેચમેન્ટમાં એક પીડીએફ પણ હતી. જેમાં જોતા સચિવ ગુજરાત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના સહી વાળો પત્ર હતો. દરમિયાન રજીસ્ટ્રેશન પેટે રૂ. 1700 લીધા હતા. બાદમાં ચૂંટણીને લઇને પરીક્ષા મોકુફ હોવાનું જણાવ્યું હતું. બાદમાં દસ્તાવેજ ચકાસણી માટે ઉપસ્થિત રહેવાની માહિતી સાથેનો ઇમેલ મળ્યો હતો. તેવામાં ટુકડે ટુકડે અલગ અલગ કારણોસર પૈસા પડાવવાનું ચાલુ હતું.

અડધો લાખ રૂપિયા ઓનલાઇન મંગાવવામાં આવ્યા

જે બાદ જુન - 2024 મહિનામાં જિલ્લા પંચાયતમાં હાજર થવા માટે જણાવ્યું હતું. ત્યાં જઇને ઘવલ પટેલને મળવાનું હતું. બાદમાં ગાડીમાં બેસીને હાજર રીપોર્ટ લખ્યો હતો. ત્યાર બાદ અડધો લાખ રૂપિયા ઓનલાઇન મંગાવવામાં આવ્યા હતા. જુલાઇ - 2024 માં નોકરી અંગોનો લેટર કેમ નથી મળ્યો તે અંગે પુછતા આરોપીઓ વિશ્વાસ આપ્યો હતો. બાદમાં તેઓને ગાંધીનગર કચેરીએ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ કોઇ મળ્યા ન્હતા. બાદમાં તે દિવસે ડાંગમાં પસંદગી થઇ હોવાની માહિતી આપતો ઇમેલ મળ્યો હતો. ત્યાર બાદ વિવિધ પ્રકારના બોગસ ઇમેલ મોકલીને ફરિયાદીનો વિશ્વાસ જીતવાનો અને વધુ પૈસા પડાવવાનો સિલસિલો જારી રહ્યો હતો. આખરે આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરી, ગાંધીનગર ખાતે જઇને તપાસ કરતા તમામ ઇમેલ ખોટા હોવાનું જણાઇ આવ્યું હતું. આખરે આ મામલે રાજ ત્રિભુવનદાસ મકવાણા (રહે. રોહીતવાસ, શિનોર) અને ધવલ પટેલ સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : ખનીજ માફિયાઓ પર ગાળિયો કસવાની સાંસદની રજુઆત રંગ લાવી

Tags :
bogusbyDabhoiemailfaceFraudgivingGovtjobmanVadodarayoung
Next Article