Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રસ્તો ભારે ક્ષતિગ્રસ્ત, પોપડા ઉખડ્યા

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યના ડભોઇ (DABHOI) થી વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) જતા વચ્ચે રસ્તો ભારે ક્ષતિગ્રસ્ત થયો હોવાનું સપાટી પર આવ્યું છે. નદીઓના પાણી ફરી વળતા રસ્તાના પોપડા ઉખડ્યા છે. એટલું જ નહી રોડની...
vadodara   ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રસ્તો ભારે ક્ષતિગ્રસ્ત  પોપડા ઉખડ્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યના ડભોઇ (DABHOI) થી વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) જતા વચ્ચે રસ્તો ભારે ક્ષતિગ્રસ્ત થયો હોવાનું સપાટી પર આવ્યું છે. નદીઓના પાણી ફરી વળતા રસ્તાના પોપડા ઉખડ્યા છે. એટલું જ નહી રોડની વચ્ચે બનાવેલા ડિવાઇડર પણ ઉખડી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પાણી ફરી વળ્યા બાદ રોડ-રસ્તા પરનો ડામર ઉખડી જવાના કારણે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા લોકોના મનમાં પ્રબળ થઇ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે આ રસ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

Advertisement

ડિવાઇડર સુદ્ધાં તુટીને બહાર આવ્યા

વડોદરાથી ડભોઇ થઇને રોડ મારફતે વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાય છે. આ રસ્તે અત્યાર સુધી દેશ-દુનિયાના કેટલાય મહાનુભવો સ્ટેચ્યુ ઓફ યુનિટી માણવા માટે પહોંચ્યા હશે. તાજેતરમાં આ રસ્તા પર નદીઓના પાણી ફરી વળતા બેહાલ સ્થિતી થઇ છે. પાણી ઉતરતા થુંવાની પાસે રસ્તા ભારે ક્ષતિગ્રસ્ત થયા છે. રસ્તા પરના પોપડા ઉખડી ગયા છે. એટલું જ નહી પરંતુ ડિવાઇડર સુદ્ધાં તુટીને બહાર આવ્યા છે. જેને લઇને લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

અધિકારીઓ સ્થળ પર આવીને મુલાકાત લે તેવી લોકમાંગ

સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, ઢાઢર નદી અને દેવ નદીનું પાણી પંથકમાં ફરી વળ્યું છે. નદીના પાણી રોડ પર પણ ફરી વળતા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો હાઇ-વે ભારે ક્ષતિગ્રસ્ત થવા પામ્યો છે. જેમાં રોડ પરના મોટા પાપડા ખરી પડ્યા છે. આટલું જ નહી પરંતુ રોડની વચ્ચેના ડિવાઇડર પણ તુટી જવા પામ્યા છે. આ ઘટના અંગે હાઇ-વે ઓથોરીટીના અધિકારીઓ સ્થળ પર આવીને મુલાકાત લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રસ્તો ક્ષતિગ્રસ્ત થતા એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : પૂરની સ્થિતીમાં જનજીવન સાથે રેલ વ્યવહાર પણ ખોરવાયો

Tags :
Advertisement

.

×