Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : માતાએ માનવતા લજવી, નવજાત બાળકને કેનાલ પર તરછોડ્યું

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ (DABHOI) માં માતાએ માનવજા લજવી હોવાની ઘટના સામે આવી છે. અજાણી મહિલા તાજા જન્મેલા બાળકને કેનાર પર તરછોડી મુકીને ફરાર થઇ છે. નવજાત પોતાનાની શોધમાં રડી રહ્યું હતું. તેવામાં બાળક રડવાનો અવાજ રાહદારીના કાને...
vadodara   માતાએ માનવતા લજવી  નવજાત બાળકને કેનાલ પર તરછોડ્યું

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ (DABHOI) માં માતાએ માનવજા લજવી હોવાની ઘટના સામે આવી છે. અજાણી મહિલા તાજા જન્મેલા બાળકને કેનાર પર તરછોડી મુકીને ફરાર થઇ છે. નવજાત પોતાનાની શોધમાં રડી રહ્યું હતું. તેવામાં બાળક રડવાનો અવાજ રાહદારીના કાને પડતા તે નવજાત ત્યજી દેવામાં આવેલા બાળક સુધી પહોંચ્યા હતા. અને આ અંગે બાળકનું રેસ્ક્યૂ કરીને હોસ્પિટમાં લઇ જવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement

બાળક પોતાના વ્યક્તિને ઝંખતા રડે છે

બાળકનો જન્મ થાય ત્યારે માતા તેને પોતાની જોડે વળગાડીને જ રાખતી હોય છે. તે સમયે માતાની હૂંફ બાળક માટે દવાની ગરજ સારે તેવી હોય છે. પરંતુ કેટલીક માતાઓ માનવતા લજવે તેવું કૃત્ય કરતા પણ ખચકાતી નથી. આવો જ એક કિસ્સો વડોદરા પાસેના ડભોઇમાં સામે આવ્યો છે. ડભોઇમાં આવેલી બાણજ કેનાલ પર ત્યજી દેવામાં આવેલું આજે એક તાજુ નવજાત બાળક પોતાના વ્યક્તિને ઝંખતા રડે છે. પરંતુ આસપાસમાં તેની મદદે આવનારૂ કોઇ નથી હોતું. દરમિયા નજીકમાંથી એક રાહદારી પસાર થાય છે. અને તેના કાને બાળક રડતું હોવાનો અવાજ પડે છે.

અવાજ તરફ ડગ માંડે છે

રાહદારી આગળ વધવાનું છોડીને જે દિશામાંથી બાળકના રડવાનો અવાજ આવે છે, તે તરફ ડગ માંડે છે. અને ગણતરીની મીનીટોમાં જ તે બાણજ કેનાલ નજીક પહોંચે છે. તેના પર એક તાજુ જન્મેલુ બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવે છે. રાહદારી તુરંત તેની નજીક જઇને તેને હાથમાં લે છે, અને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે. દરમિયાન આસપાસના લોકો પણ ત્યાં એકત્ર થઇ જાય છે.

Advertisement

કઠોર દિલ માતા પર ફીટકાર

આ બાદ તાત્કાલીક સ્થાનિક પોલીસને આ અંગેની જાણ કરવામાં આવે છે. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્યજી દેવાયેલા બાળકના વાલી-વારસાની શોધખોળ હાથ ધરી છે. જેટલા લોકો માતાએ ત્યજી દીધેલા બાળક અંગે જાણે છે, તે તમામ કઠોર દિલ માતા પર ફીટકાર વરસાવે છે. હાલ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અને તેની તબિયત સ્થિર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : પંચાયતની સભામાં વિપક્ષના અણિયારા સવાલો બાદ અધિકારી રડી પડ્યા

Advertisement

Tags :
Advertisement

.