ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ડભોઇના ધારાસભ્યનું વધુ એક વખત બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યું

VADODARA :  ડભોઇ (દર્ભાવતી) થી ભાજપના ધારાસભ્ય (BJP MLA) શૈલેષ મહેતા (સોટ્ટા) નું વધુ એક વખત સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પ્લેટફોર્મ ફેસબુક (FACEBOOK) પર બોગસ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ અંગે તેમણે પોતાના ઓરીજીનલ એકાઉન્ટ પરથી માહિતી શેર કરી છે....
02:00 PM Mar 10, 2024 IST | PARTH PANDYA

VADODARA :  ડભોઇ (દર્ભાવતી) થી ભાજપના ધારાસભ્ય (BJP MLA) શૈલેષ મહેતા (સોટ્ટા) નું વધુ એક વખત સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પ્લેટફોર્મ ફેસબુક (FACEBOOK) પર બોગસ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ અંગે તેમણે પોતાના ઓરીજીનલ એકાઉન્ટ પરથી માહિતી શેર કરી છે. અને આ એકાઉન્ટથી બચવા માટે જણાવ્યું છે. અગાઉ પણ તેઓનું બોગસ એકાઉન્ટ (BOGUS) બન્યુ હોવાનું સામે આવી ચુક્યું છે. તેમ છતાંય આ સિલસિલો અટકવાનું નામ નથી લેતો.

અગાઉ બોગસ એકાઉન્ટ બનાવવી લોકો સુધી પહોંચવાના પ્રયત્નો થઇ ચુક્યા છે

ડભોઇ (દર્ભાવતી) થી ભાજપના ધારાસભ્ય (BJP MLA) શૈલેષ મહેતા (સોટ્ટા) (SHAILESH SOTTA) ચૂંટાયા છે. તેઓ રાજકીય સાથે સામાજીક ક્ષેત્રે ઘણા સક્રિય છે. અગાઉ તેમના નામે સોશિયલ મીડિયામાં બોગસ એકાઉન્ટ (BOGUS ACCOUNT) બનાવવી લોકો સુધી પહોંચવાના પ્રયત્નો થઇ ચુક્યા છે. જો કે, તેમની જાગૃતતાના કારણે સમયસર તે અંગે લોકો સુધી માહિતી પહોંચી હતી. અગાઉ અનેક પ્રયાસો છતાં ય ગઠિયાઓ સુધરવાનું નામ નથી લેતા.

પોતાના એકાઉન્ટ પરથી આ બોગસ એકાઉન્ટનો સ્ક્રિન શોટ શેર કર્યો

તાજેતરમાં વધુ એક વખત ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. અને બોગસ એકાઉન્ટ થકી ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ના પરિચીતો સુધી પહોંચવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ વખતે પણ ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) એ પોતાના એકાઉન્ટ પરથી આ બોગસ એકાઉન્ટનો સ્ક્રિન શોટ (SCREEN SHOT) શેર કરીને તેની સામે સાવચેત રહેવા માટે જણાવ્યું છે.

અગાઉ અનેક રાજકારણીઓના નામે બોગસ એકાઉન્ટ બનાવાયા

ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) સિવાય વડોદરામાં અનેક રાજકારણીઓના નામે બોગસ એકાઉન્ટ બનાવીને તેમના નજીકના સુધી પહોંચવાના પ્રયત્નો થઇ ચુક્યા છે. પરંતુ તેઓની સતર્કતાને કારણે ગઠિયાઓને ફાવતું મળ્યું નથી. સુત્રો જણાવી રહ્યા છે કે, ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું ત્રણ મહિનામાં બીજી વખત બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ઇન્ટરનેટના જમાનામાં કોઇ પણ જાણીતી વ્યક્તિનો ફોટો મેળવી તેનું એકાઉન્ટ બનાવીને ઠગાઇ કરવાનું આસાન બન્યું છે.

આ પણ વાંચો -- VADODARA : બોર્ડની પરીક્ષા પહેલા બેઠક નંબર જોવા વિદ્યાર્થીઓ-વાલીઓ શાળાએ પહોંચ્યા

Tags :
AccountAlertbogusDabhoiFacebookMLAVadodara
Next Article