Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણાંમાંથી રૂ. 53.34 કરોડ રીફંડ

VADODARA : વડોદરા (VADODARA) સી.આઈ.ડી સાયબર ક્રાઈમ સેલ દ્વારા સામાન્ય નાગરિકો સામે થતા ઓનલાઈન નાણાંકીય ફ્રોડથી બચવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે. ૨૮ હજાર બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાની સાથે-સાથે ૨૦૨૩માં ફ્રોડ થયેલી રકમ પરત મળવાની ટકાવારી ૧૭.૯૩% હતી જે ચાલુ...
02:55 PM Aug 03, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) સી.આઈ.ડી સાયબર ક્રાઈમ સેલ દ્વારા સામાન્ય નાગરિકો સામે થતા ઓનલાઈન નાણાંકીય ફ્રોડથી બચવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે. ૨૮ હજાર બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાની સાથે-સાથે ૨૦૨૩માં ફ્રોડ થયેલી રકમ પરત મળવાની ટકાવારી ૧૭.૯૩% હતી જે ચાલુ વર્ષમાં ૪૬.૪૨% છે. જુન ૨૦૨૪ સુધીમાં કુલ ૧૧૪.૯૦ કરોડ હોલ્ડ પર રાખવામાં આવેલા હતા જેમાંથી ૫૩.૩૪ કરોડ રીફંડ કરવામાં આવેલ છે. કોઈપણ બેંક ખાતું ફ્રોડ થવાથી ફ્રીઝ થયેલું હોય તો www.unfreeze.cidguj.co.in પર જઈ અનફ્રીઝ કરી શકાશે.

શેર કરવી જોઈએ નહિ

સાઈબર ફ્રોડથી બચવા માટે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે. આપના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા, અલગ એકાઉન્ટ માટે અલગ-અલગ પાસવર્ડ રાખવો, ડેબીટ કાર્ડ ક્રેડીટ કાર્ડના પીન નમ્બર તેમજ પાસવર્ડ સમયાંતરે બદલતા રહેવું. બેંક કે બેન્કના પ્રતિનિધિ ક્યારેય ફોન દ્વારા કોઈ માહિતી પૂછતી નથી તેથી આવા ફોન શંકાસ્પદ હોઈ શકે. ઓનલાઈન વ્યવહારો, સોશિયલ નેટવર્કિંગ સાઈટ અને તમારા ઇમેલ એકાઉન્ટને સુરક્ષિત રાખવું. પોતાને આર્મીમેન હોવાનું કહી સસ્તી વસ્તુઓ વેચતા લોકોની વાતોમાં આવી ન જવું. અન્ય વ્યક્તિની સાથે ક્યારેય ડેબીટ કાર્ડની વિગતો, સીવીવી કે અન્ય વસ્તુઓ શેર કરવી જોઈએ નહિ.

ઓટીપી માંગી બેંકના ખાતા કંટ્રોલમાં લઈ લે

સાયબર સેલ દ્વારા આવા એટેક કરનારા ભેજાબાજોની મોડસ ઓપરેન્ડી કરી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે. શેરબજાર, ક્રીપ્ટો જેવા વિવિધ રોકાણોની લોભામણી લાલચમાં આવી જઈ નાણાંકીય વ્યવહારો કરવા નહિ. ઓનલાઈન-પાર્ટટાઈમ કામ કરી કે લાઈક કરી અઢળક પૈસા કમાવાની ઓફરો ખોટી હોય શકે છે. ખોટા આઈડી કાર્ડ મોકલી કે વિડીયો કોલ કરી ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે ઓળખ આપી પૈસા પડાવવાની યુક્તિઓ કરવામાં આવે છે. તમારા નામનું કુરિયર આવ્યું છે કહી ઓટીપી માંગી બેંકના ખાતા તેમના કંટ્રોલમાં લઈ લે છે. ન્યુડ વિડીઓ કોલ કરી બ્લેકમેલ કરી ધમકી આપી પૈસા પડાવવા પ્રયાસ કરે છે. તરત જ લોન આપવાની સ્કીમ બતાવી આપના ડોક્યુમેન્ટ્સને આધારે આપની સાથે ફ્રોડ કરી શકે છે. આવા કેટલાક ચોક્કસ પદ્ધતિઓ અપનાવી સાયબર માફિયાઓ સામાન્ય નાગરિકો પાસે પૈસા ખંખેરવા માટે યુક્તિઓ અજમાવી શકે છે. વડોદરા સાયબર પોલીસ સ્ટેશન દ્વારા લોકોને મદદગાર થવાના આશયથી જાગૃતિ અભિયાન દ્વારા માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : સાંસદે શહેરીજનોના અવાજને સંસદ ગૃહમાં રજૂ કર્યો

Tags :
ActivecasecellConferencecyberFraudinlostmoneypressrefundVadodara
Next Article