Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લાલ બાગ બ્રિજ નીચે ટહેલતો મગર નજરે પડ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદની સીઝનમાં ખાસ કરીને માનવ વસવાટ નજીક મગર (CROCODILE) આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે ગતરાત્રે લાલ બાગ બ્રિજ નીચે મોટો મગર શાંતિથી ટહેલજો રસ્તાની એક બાજુથી બીજી બાજુએ જતો નજરે...
vadodara   લાલ બાગ બ્રિજ નીચે ટહેલતો  મગર નજરે પડ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદની સીઝનમાં ખાસ કરીને માનવ વસવાટ નજીક મગર (CROCODILE) આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે ગતરાત્રે લાલ બાગ બ્રિજ નીચે મોટો મગર શાંતિથી ટહેલજો રસ્તાની એક બાજુથી બીજી બાજુએ જતો નજરે પડ્યો હતો. આ તકે તેનાથી સલામત અંતરે લોકોએ ઉભા રહીને દ્રશ્યો નિહાળ્યા હતા. આ દરમિયાન કારનો હોર્ન અને ભસતા કુતરાનો અવાજ પણ તેને ડગાવી ના શક્યો.

Advertisement

મગર શાંતિથી ટહેલવા આવી પહોંચ્યો

વડોદરામાં માનવ વસ્તી અને મગર નજીક નજીકમાં વસવાટ કરે છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગર રહે છે. ચોમાસાની રુતુમાં મગર માનવ વસવાટ નજીક આવી ચઢે છે. વડોદરામાં જીવદયા માટે કામ કરતી સ્વયંસેવા સંસ્થાઓ મોટા પ્રમાણમાં હોવાથી માનવો અને મગર વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બનતી નથી. તેવામાં હાલમાં વડોદરામાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે. દરમિયાન ગતરાત્રે લાલ બાગ બ્રિજ નીચે મગર શાંતિથી ટહેલવા આવી પહોંચ્યો હોવાનો વીડિયો હાલ સપાટી પર આવવા પામ્યો છે.

કુતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો છે

લાલ બાગ બ્રિજ નીચે પંપ સ્ટેશનની સામેની તરફ મગર રોડની એક બાજુથી બીજી બાજુનો રસ્તાનું અંતર કાપી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન લોકો સલામત અંતરથી મગરની ધીમી ચાલને નિહાળી રહ્યા છે. અને કુતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો છે. સાથે નજીકની કારનો હોર્ન પણ સમયાંતરે વાગતો જણાય છે. છતાં મગર શાંતિપૂર્વક રોડ ક્રોસ કરીને સામેની તરફ જતો રહે છે.

Advertisement

આક્રમકતા દાખવ્યા વગર શાંતિથી ચાલતા જાય છે

અત્રે નોંધનીય છે કે, હાલમાં વડોદરાના મગરની આક્રમતાના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યા છે. ત્યારે આ એક વીડિયો એવો જણાય છે, જેમાં મગર કોઇ પણ પ્રકારની આક્રમકતા દાખવ્યા વગર શાંતિથી ચાલતા જતો રહે છે. જો કે, વીડિયો બાદ મગરનું શું થયું તે અંગે કોઇ નક્કર માહિતી હજી સુધી સામે આવવા પામી નથી.

આ પણ વાંચો -- VADODARA : 15 વર્ષ પહેલા કિડનીનું દાન આપનાર ખેડૂતના સ્વાસ્થ્યનું રાઝ કુદરતી ખેતપેદાશો

Advertisement

Tags :
Advertisement

.