'ખાનગીમાં પોર્ન જોવુ એ ગુનો નથી, સેક્સ માત્ર વાસના નથી, પ્રેમની અભિવ્યક્તિ પણ છે' જાણો કયા કેસમાં કેરળ હાઇકોર્ટે કરી આ મહત્વપૂર્ણ ટિપ્પણી
પોર્નોગ્રાફી જોવા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન કેરળ હાઈકોર્ટે અનેક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. જેમાં સેક્સ, પોર્નોગ્રાફિક વીડીયો અને ઘરે બનતું ભોજન જેવી બાબતોનો સમાવેશ થાય છે. હકીકતમાં, એક મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં એક વ્યક્તિ પર રસ્તાના કિનારે અશ્લીલ વીડિયો...
Advertisement
પોર્નોગ્રાફી જોવા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન કેરળ હાઈકોર્ટે અનેક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. જેમાં સેક્સ, પોર્નોગ્રાફિક વીડીયો અને ઘરે બનતું ભોજન જેવી બાબતોનો સમાવેશ થાય છે. હકીકતમાં, એક મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં એક વ્યક્તિ પર રસ્તાના કિનારે અશ્લીલ વીડિયો જોવાનો આરોપ હતો. કોર્ટનું કહેવું છે કે પોર્નોગ્રાફી અન્ય કોઈને બતાવ્યા વિના ખાનગીમાં જોવી એ ગુનો નથી.
જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નન આ કેસની સુનાવણી કરી રહ્યા હતા. તેમણે પોર્નોગ્રાફી જોવાને નાગરિકનો અંગત નિર્ણય ગણાવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આમાં દખલ કરવી તે વ્યક્તિની ગોપનીયતાના ઉલ્લંઘન સમાન હશે. કોર્ટે આ વ્યક્તિ વિરુદ્ધ કલમ 292 હેઠળનો કેસ રદ કર્યો હતો. અરજદારે કહ્યું કે જો તેની સામેના આરોપોને સાચા તરીકે સ્વીકારવામાં આવે તો પણ તેને કલમ 292 હેઠળ ગુનો ન કહી શકાય.
સેક્સ અંગે કોર્ટે શું કહ્યું?
બાર એન્ડ બેંચ અનુસાર, કોર્ટે સેક્સ અંગે કહ્યું કે તે માત્ર વાસના નથી, પરંતુ પ્રેમની અભિવ્યક્તિ છે. તે સંતાન પ્રાપ્તિ માટે પણ કરવામાં આવે છે. કોર્ટ કહે છે, 'પરંતુ કામુકતા એવી વસ્તુ છે જે ભગવાને પરિણીત પુરુષો અને સ્ત્રીઓ માટે ડિઝાઇન કરી છે. તે માત્ર વાસના નથી, પરંતુ પ્રેમની અભિવ્યકિત અને સંતાન પ્રાપ્તિ સાથે પણ સંબંધિત છે.. પરંતુ પુખ્ત પુરુષ અને સ્ત્રી વચ્ચે સહમતિથી સેક્સ એ ગુનો નથી.
પોર્નોગ્રાફી પર આપવામાં આવી સલાહ
આ દરમિયાન કોર્ટે સગીર વયના બાળકોના હાથમાં મોબાઈલ ફોન પહોંચવાના નુકસાન અંગે પણ ચર્ચા કરી હતી. કોર્ટે કહ્યું, 'આ મામલાથી અલગ થતા પહેલા હું આપણા દેશના સગીર બાળકોના માતા-પિતાને યાદ અપાવવા માંગુ છું. બની શકે કે પોર્નોગ્રાફી જોવી એ ગુનો ન હોય, પરંતુ જો નાના બાળકો પોર્ન વીડિયો જોવાનું શરૂ કરે તો તેની ભારે અસર થાય છે. કોર્ટ કહે છે કે પોર્નોગ્રાફી સદીઓથી ચાલી આવે છે.
એકલા ચુપચાપ પોર્ન જોવું એ અશ્લીલતા નથી, હાઈકોર્ટે તેને ગુનો ગણવાનો ઈન્કાર કર્યો
કોર્ટે કહ્યું, 'બાળકોને તેમના ખાલી સમયમાં ક્રિકેટ અથવા ફૂટબોલ અથવા અન્ય રમતો રમવા દો. સ્વસ્થ યુવા પેઢી માટે આ જરૂરી છે. જે ભવિષ્યમાં દેશની આશાનું કિરણ બનવા જઈ રહી છે. સ્વિગી અને ઝોમેટો દ્વારા રેસ્ટોરાંમાંથી ખોરાક ખરીદવાને બદલે, તમારા બાળકોને તેમની માતા દ્વારા રાંધવામાં આવેલા સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણવા દો. બાળકોને ખેતરમાં રમવા દો અને જ્યારે તેઓ ઘરે પહોંચે ત્યારે તેમની માતા દ્વારા રાંધેલા ખોરાકની સુગંધ માણવા દો. હું આ નાના બાળકોના માતાપિતાની બુદ્ધિમત્તા પર છોડી દઉ છું