'રનવે 34'ની ધીમી ફ્લાઇટ, ટાઈગર શ્રોફની 'હીરોપંતી-2' સામે ઝાંખી પડી
સાઉથની ફિલ્મ KGF 2 ની સુનામી વચ્ચે બે હિન્દી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર એન્ટ્રી કરી છે. અજય દેવગણની રનવે 34 ટાઈગર શ્રોફની હીરોપંતી 2 આ વીકમાં બોક્સ ઓફિસ પર એક સાથે ટકરાઈ હતી. ચાલો જાણીએ બંને ફિલ્મોમાં કોણે કર્યું બમ્પર ઓપનિંગ, કેવું રહ્યું આ બંને ફિલ્મોનું પ્રથમ દિવસનું કલેક્શન! બોક્સ ઓફિસ પર ફર્સ્ટ ડે કલેક્શન આ શુક્રવારે બોક્સ ઓફિસ પર બે હિન્દી ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળી હતી. અજય દેવગનà
Advertisement
સાઉથની ફિલ્મ KGF 2 ની સુનામી વચ્ચે બે હિન્દી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર એન્ટ્રી કરી છે. અજય દેવગણની રનવે 34 ટાઈગર શ્રોફની હીરોપંતી 2 આ વીકમાં બોક્સ ઓફિસ પર એક સાથે ટકરાઈ હતી. ચાલો જાણીએ બંને ફિલ્મોમાં કોણે કર્યું બમ્પર ઓપનિંગ, કેવું રહ્યું આ બંને ફિલ્મોનું પ્રથમ દિવસનું કલેક્શન!
બોક્સ ઓફિસ પર ફર્સ્ટ ડે કલેક્શન
આ શુક્રવારે બોક્સ ઓફિસ પર બે હિન્દી ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળી હતી. અજય દેવગનની ફિલ્મ રનવે 34ની ટક્કર ટાઈગર શ્રોફની ફિલ્મ હીરોપંતી 2 સાથે થઈ હતી. અલગ શૈલીની આ ફિલ્મો સિનેમા પ્રેમીઓ માટે એક મોટી ટ્રીટ લઈને આવી છે. ટાઈગરની હીરોપંતી જ્યાં એક્શન અને રોમાંચથી ભરપૂર છે,તો સામે સત્ય ઘટનાથી પ્રેરિત અજય દેવગનની રનવે 34નો લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આવી પરિસ્થિતિમાં, બોક્સ ઓફિસ પર બ્મપર ઓપનિંગ જાણવા માટે ચાહકો પણ આતુર છે.
રનવે 34 ધીમી શરૂઆત
અજય દેવગણની રનવે 34 ની ફિલ્મ ક્રિટિક્સ અને ચાહકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે,પરંતુ પ્રથમ દિવસની કમાણીના આંકડા કંઇક અલગ જ કહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રનવે 34 પર પહેલા દિવસની શરુઆત સુસ્ત રહી છે. ફિલ્મે 3.50 કરોડની કમાણી કરી છે. ફર્સ્ટ ડે કલેક્શનમાં હીરોપંતી 2 રનવે કરતા આગળ છે. રિપોર્ટ્સ અનુસાર, ટાઈગર શ્રોફ અને નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મે પહેલા દિવસે 7.50 કરોડની કમાણી કરી છે ચોક્કસ ટાઇગરના ચાહકો માટે આ એક મોટા સમાચાર હશે.
ટાઇગર શ્રોફ જીત્યો
ફિલ્મ વિવેચકોએ પણ ટાઇગરની હીરોપંતી 2ને સારી ફિલ્મ ગણાવી છે. ટાઇગરના ડાન્સ અને એક્શનની સાથે નવાઝુદ્દીન સિદ્દીકીની લૈલા તરીકેની વિલનગિરી બતાવીને દર્શકોને પ્રભાવિત કર્યા છે. ટાઈગર શ્રોફના એક્શને ફરી ફેન્સને તેના દિવાના બનાવી દીધા છે. પ્રથમ દિવસની કમાણીનાં આંકડાઓ જોયા પછી લાગે છે કે અજય દેવગનના રનવે પર ટાઈગર શ્રોફની હીરોપંતી ક્રેશ નથી થઈ ગઈ.
હજુ પણ KGF 2 લોકોની પ્રથમ પસંદગી
બંને ફિલ્મોને સકારાત્મક પ્રતિસાદ ભલે મળ્યો છે,રનવે 34 અને હીરોપંતિ 2 સાઉથના સુપરસ્ટાર KGF 2ના કલેક્શનમાં પણ ધૂમ મચાવી છે. યશની ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર 350 કરોડનો આંકડો પાર કર્યો છે. KGF 2 ના કલેક્શનમાં નવી રીલિઝ થયેલી મૂવીઝને કોઈ ફરક પડ્યો નથી. બની શકે કે આગળ જતાં અજય દેવગનની ફિલ્મની કમાણી વધુ સારી કરે. આ પહેલાં ખૂબ જ નાના બજેટમાં બનેલી ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી હતી, આ વાત કોઈનાથી છુપાયેલી નથી.