દરરોજ સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી થાય છે અનેક ફાયદા
આપણા આરોગ્ય (Health) માટે પગપાળા ચાલવું ખુબ ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. તજજ્ઞોનું માનવું છે કે દરરોજ સવારે ખુલ્લા પગે (Walking barefoot) ઘાસ કે જમીન પર ચાલવાથી આપણી હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે. આપણે ખુલ્લા પગે ચાલીએ તો આપણા પગની ચામડી સીધી જ ધરતીના સંપર્કમાં આવે છે જેનાથી આપણા સ્વાસ્થ્ય પર સારી અસર ડે છે. જો તમને ઘરમાં ખુલ્લા પગે ચાલવાની ટેવ છે તો તેના ઘણાં ફાયદા છે.એક રિપોર્ટ પ્રમાણે ખુલ્લà
આપણા આરોગ્ય (Health) માટે પગપાળા ચાલવું ખુબ ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. તજજ્ઞોનું માનવું છે કે દરરોજ સવારે ખુલ્લા પગે (Walking barefoot) ઘાસ કે જમીન પર ચાલવાથી આપણી હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે. આપણે ખુલ્લા પગે ચાલીએ તો આપણા પગની ચામડી સીધી જ ધરતીના સંપર્કમાં આવે છે જેનાથી આપણા સ્વાસ્થ્ય પર સારી અસર ડે છે. જો તમને ઘરમાં ખુલ્લા પગે ચાલવાની ટેવ છે તો તેના ઘણાં ફાયદા છે.
એક રિપોર્ટ પ્રમાણે ખુલ્લા પગે ચાલવાથી આપણો પ્રકૃતિ સાથે લગાવ વધે છે. શરીરમાં થયેલો સોજો ઓછો થવા લાગે છે. હૃદય (Heart) મજબૂત અને સ્વસ્થ બને છે, કોલેસ્ટ્રોલની (Cholesterol) સમસ્યા પણ ઓછી થઈ શકે છે. જો તમે દરરોજ સવારે ખુલ્લા પગે ચાલો છો તો ટેન્શન તણાવ પણ દૂર રહેશે. પગ ખુલ્લા હોવાથી તમારા પગ અને પગની ચામડીને ખુલ્લી હવા લાગશે અને પગને ભરપૂર ઓક્સિજન મળે છે. જેનાથી રક્ત સંચાર યોગ્ય થશે અને થાક તથા શરીરનો દુ:ખાવો દૂર થશે.
ખુલ્લા પગે ચાલવાથી શરીરની માંસપેશીઓ એક્ટિવ થાય છે જેનાથી તમારા પગ સિવાય શરીરના અન્ય ભાગો પણ એક્ટિવ થાય છે. આંખોનું તેજ પણ વધે છે. પગ સીધો જ ધરતી સાથે સંપર્કમાં આવવાથી એક્યુપંક્ચર સિસ્ટમ (Acupuncture system) એક્ટિવ રહે છે અને તમારૂ શરીર એક્ટિવ થઈ જાય છે. જેનાથી તમાને અનેક બિમારીઓથી છૂટકારો મળે છે. સવારે ઓછામાં ઓછું અડધો કલાક ખુલ્લા પગે ચાલવું જોઈએ. તેનાથી તમારી અંદર એનર્જી વધશે અને હાઈપરટેન્શન, ઊંધ ના આવવી, હૃદય સંબંધિત સમસ્યા, આથ્રાઈટિસ, અસ્થમાની સમસ્યા દુર થશે.
આ જગ્યાએ ખુલ્લા પગે ના ચાલવું
એક તરફ ખુલ્લા પગે ચાલવું ફાયદાકારક છે તો તેના થોડાં નુકસાન છે. ગંદગી અને ઈજા ના થાય તે માટે આપણે ચપ્પલ પહેરીએ છીએ. પરંતુ ઘણીવાર ખુલ્લા પગે ચાલવાથી ઈન્ફેક્શનનો (Infection) ભય પણ વધી જાય છે. ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી હુકવર્મ ઈન્ફેક્શન (Hookworm infection) થવાની શક્યતા વધારે રહે છે કારણ કે તેનાથી જંતુ અને ઈયળ પગની ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે અને જેનો ખ્યાલ પણ રહેતો નથી. સ્વિમિંગ પૂલ, લોકર રૂમ, જિમ અને બીચ આ જગ્યાએ ખુલ્લા પગે ચાલવાનું ટાળવું જોઈએ. સુરક્ષિત બગીચાની લોન પર ખુલ્લા ચાલવાનો આગ્રહ રાખવો જોઈએ.
Advertisement