Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મગરનું સ્કલ્પચર તૈયાર, ટુંક સમયમાં જ બનશે શહેરની ઓળખ

VADODARA : વડોદરાવાસીઓ (VADODARA) અને મગર ખુબ નજીક નજીકમાં વસવાટ કરી રહ્યા છે. ચોમાસાની રૂતુમાં મગર રહેણાંક વિસ્તારોની નજીક નિકળતા હોય છે. અને તેમને રેસ્ક્યૂ પણ કરી લેવામાં આવતા હોય છે. ત્યારે વડોદરામાં અલગ અલગ પ્રાણી-પક્ષીઓનું સર્કલ છે, પણ મગરનું...
vadodara   મગરનું સ્કલ્પચર તૈયાર  ટુંક સમયમાં જ બનશે શહેરની ઓળખ

VADODARA : વડોદરાવાસીઓ (VADODARA) અને મગર ખુબ નજીક નજીકમાં વસવાટ કરી રહ્યા છે. ચોમાસાની રૂતુમાં મગર રહેણાંક વિસ્તારોની નજીક નિકળતા હોય છે. અને તેમને રેસ્ક્યૂ પણ કરી લેવામાં આવતા હોય છે. ત્યારે વડોદરામાં અલગ અલગ પ્રાણી-પક્ષીઓનું સર્કલ છે, પણ મગરનું નથી એટલે તે બહાર આવી રહ્યો છે, તેવી ટીખળ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામી છે. જો કે, હવે આ ટીખળ બહું નહી ચાલે. વડોદરામાં મગરનું સ્કલ્પચર તૈયાર કરી દેવામાં આવ્યું છે. જેને આવનાર સમયમાં સર્કલ પર મુકવા અંગે વિચારણા ચાલી રહી છે. જે શહેરના નજરાણાની ઓળખમાં ઉમેરો કરશે તે વાત નક્કી છે.

Advertisement

હવે આ ટીખળનો અંત આવ્યો

વડોદરામાં મગરનું સ્કલ્પચર આર્ટીસ્ટ અજય સોમાણી, પિંકલ માછી અને કૃણાલ રાજારામે તૈયાર કર્યું છે. આ સ્કલ્પચર ઓટો મોબાઇન પાર્ટમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. તેની લંબાઇ 13 ફૂટ છે. અને પહોળાઇ 3 ફૂટ જેટલી છે.  તથા વજન 300 કિલોથી વધુનું છે. હાલ હરણી ખાતે આવેલા સ્કલ્પચર પાર્કમાં તેને મુકવામાં આવ્યું છે. વડોદરામાં ચોમાસાની રુતુમાં મગર બહાર નિકળવાની ઘટનાઓ સામે આવતા સોશિયલ મીડિયામાં ભારે ટીખળ થતી હતી કે, શહેરભરમાં અલગ અલગ પશુ-પક્ષીઓના નામે સર્કલ આવેલા છે. પરંતુ મગરના નામે સર્કલ નથી, જેથી તેઓ નારાજ થઇને બહાર આંટો મારવા નિકળે છે. જો કે, હવે આ ટીખળનો અંત આવ્યો છે.

યોગ્ય સમયે આ વાતની જાહેરાત કરવામાં આવશે

પાલિકા સુત્રોના જણાવ્યા પ્રમાણે, મગરના સ્કલ્પચરને સર્કલ પર મુકવામાં આવનાર છે. જેને લઇને ભીમનાથ બ્રિજ પાસેનું સર્કલ સત્તાધીશોની પ્રથમ પસંદ પામે તો નવાઇ નહીં. હાલ પૂર બાદની સ્થિતી સામાન્ય કરવા માટે તંત્ર કામે લાગ્યું છે. યોગ્ય સમયે આ વાતની જાહેરાત કરવામાં આવશે. આ વાતનો વિશ્વાસ સ્કલ્પચર આર્ટીસ્ટ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.

Advertisement

વડોદરામાં કોના કોના નામના સર્કલ આવેલા છે.

વડોદરામાં હકીકતે, ચકલી, ગેંડા, ગાય અને ખિસકોલી સર્કલ આવેલા છે. આ સર્કલ જે તે વિસ્તારની શાન અને આગવી ઓળખ બની ગયા છે. સોશિયલ મીડિયામાં લોકો જેની આતુરતાથી વાટ જોઇ રહ્યા હતા, તેવા ક્રોકોડાઇડ સર્કલ હકીકતમાં પરિણમવાની કામગીરી અડધી પૂર્ણ થઇ ગઇ છે. હવે બાકીની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવું વડોદરાવાસીઓ ઇચ્છી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : "પ્રાર્થના કરું છું, આ છેલ્લું પૂર હોય" - મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ

Advertisement

Tags :
Advertisement

.