Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વિતેલા 12 કલાકમાં 2 મહાકાય મગરનું રેસ્ક્યૂ

VADODARA : પૂરગ્રસ્ત વડોદરા (VADODARA) માંથી પાણી ઓસરવાનું શરૂ થતા જ હવે મહાકાય મગરો માનવ-વસવાટની નજીક જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં વડોદરાની સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં મગર રેસ્ક્યૂ કરીને તેને સલામત રીતે વન વિભાગને સોંપ્યા છે. ત્યારે...
12:51 PM Aug 30, 2024 IST | PARTH PANDYA

VADODARA : પૂરગ્રસ્ત વડોદરા (VADODARA) માંથી પાણી ઓસરવાનું શરૂ થતા જ હવે મહાકાય મગરો માનવ-વસવાટની નજીક જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં વડોદરાની સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં મગર રેસ્ક્યૂ કરીને તેને સલામત રીતે વન વિભાગને સોંપ્યા છે. ત્યારે વિતેલા 12 કલાકમાં બે મહાકાય સહિત અન્ય મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી છે. તમામ જગ્યાએ મગર જોવા મળતા લોકો એકત્ર થઇ ગયા હતા. પરંતુ મોટા ભાગના રેસ્ક્યૂમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા વોલંટીયર્સ દ્વારા મગર રેસ્ક્યૂ કરીને સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો છે.

રાત્રીના સમયે ટોર્ચ લાઇટના સહારે મગરનું રેસ્ક્યૂ

વડોદરામાં માનવ વસ્તી અને મગર પાસે પાસે વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં આ અંતર વધુ ઘટી જાય છે. અને રહેણાંક વિસ્તારો નજીક મગર આવી ચઢે છે. બાદમાં તેમનું રેસ્ક્યૂ કરી લેવામાં આવે છે. વિતેલા 12 કલાકમાં 2 મહાકાય સહિત અન્ય મગર રેસ્ક્યૂ કર્યા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. ગતરાત્રે 12 વાગ્યે વડોદરાના હંગામી ખાસવાડી સ્મશાન ગૃહમાં એક 10 ફૂટનો મગર આવી ચઢ્યો હતો. આ વાતની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. અને રાત્રીના સમયે ટોર્ચ લાઇટના સહારે મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મગરનું રેસ્ક્યૂ કરીને તેને સલામત રીતે વન વિભાગને સોંપ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

તુરંત સ્થળ પર પહોંચીને 10 ફૂટના મોટા મગરનું રેસ્ક્યૂ

બીજી ઘટનામાં આજે સવારે 7 - 30 કલાકે ખાસવાડી સ્મશાનમાં મગર નિકળ્યો હોવાનું ધ્યાને આવતા તુરંત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટીમે તુરંત સ્થળ પર પહોંચીને 10 ફૂટના મોટા મગરને રેસ્ક્યૂ કરીને તેને સલામત રીતે વન વિભાગને સોંપ્યો હતો. વડોદરામાં જીવદયા માટે કામ કરતી સંસ્થાઓનું મોટું નેટવર્ક હોવાના કારણે મગર તથા અન્ય વન્ય જીવોને સમયસર રેસ્ક્યૂ કરી લેવામાં સફળતા મળે છે.

મગરના બચ્ચાનું રેસ્ક્યૂ કરીને તેને ટુ વ્હીલર પર લઇ જવાયું

ત્રીજી ઘટનામાં ગતરાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં મગરનું બચ્ચુ નિકળ્યું હતું. જેને લઇને સ્થાનિકો ભારે ભયભીત થયા હતા. બાદમાં આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સનો સંપર્ક કરવામાં આવતા મગરના બચ્ચાનું રેસ્ક્યૂ કરીને તેને ટુ વ્હીલર પર સાવચેતી પૂર્વક લઇ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : ઓરસંગ નદીની કોતરમાંથી યુવકને મગર ખેંચી ગયો

Tags :
afterbyCrocodiledecreasefloodLifeRescueTrustVadodarawaterWILDWork
Next Article