અજાણ્યા વ્યક્તિ પર મુકેલો વિશ્વાસ હમેશાં ભારે પડતો હોય છે, સુરતના ફોટોગ્રાફર સાથે થઇ લાખો રૂપિયાની ઠગાઈ
રાજયમાં ઠગાઇના કેસો સતત વધતા જોવા મળી રહયા છે ત્યારે વધુ એક કેસ સામે આવ્યો છે શહેરમાં સુરતના એક ફોટોગ્રાફર સાથે અજુગતો બનાવ બન્યો.જેમાં સુરતના એક ફોટોગ્રાફરને ડાકોર બાબરીમાં જવાનું છે તેમ કહીને અમદાવાદ બોલાવવામાં આવ્યો અને અમદાવાદથી ડાકોર જવાનું છે તેવી વાતચીત ફોન ઉપર થયેલી હતી જેથી સુરતનો ફોટોગ્રાફર અમદાવાદ આવ્યો અને જાહેર સૌચાલયમાં કપડા બદલવા ગયો અને લાખો રૂપિયાના કેમà«
રાજયમાં ઠગાઇના કેસો સતત વધતા જોવા મળી રહયા છે ત્યારે વધુ એક કેસ સામે આવ્યો છે શહેરમાં સુરતના એક ફોટોગ્રાફર સાથે અજુગતો બનાવ બન્યો.જેમાં સુરતના એક ફોટોગ્રાફરને ડાકોર બાબરીમાં જવાનું છે તેમ કહીને અમદાવાદ બોલાવવામાં આવ્યો અને અમદાવાદથી ડાકોર જવાનું છે તેવી વાતચીત ફોન ઉપર થયેલી હતી જેથી સુરતનો ફોટોગ્રાફર અમદાવાદ આવ્યો અને જાહેર સૌચાલયમાં કપડા બદલવા ગયો અને લાખો રૂપિયાના કેમેરા લઈને ગઠીયો ફરાર થઇ ગયો જેના પગલે સુરતના ફોટોગ્રાફરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતથી પાર્થ શાહ નામનો શખ્શ બસમાં બેઠો હતો નિકુંજ સરવૈયા નાહવા માટે 10 મિનિટ માટે જાહેર સૌચાલયમાં ગયો તે સમય દરમ્યાન પાર્થ શાહને પોતાનો કેમેરો અને અન્ય બીજો કેમેરાનો સામાન આપીને ગયો હતો અને દસ મિનિટમાં પાછા આવ્યા બાદ જોયું તો પાર્થ શાહ પણ દેખાતો નહતો.જેથી સુરતથી આવેલલા ફોટોગ્રાફરે પાર્થ શાહને ફોન કર્યો પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં.જેથી ખ્યાલ આવી ગયો કે તેણે મુકેલા ભરોસાનો ફાયદો ઉઠાવીને પાર્થ શાહ ફરાર થઇ ગયો છે આખરે નિકુંજ સરવૈયાએ ૧૦૦ નંબર ડાયલ કરીને કાયદેસરની ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
Advertisement