Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મુસાફરોને ઠાંસી ઠાંસીને બેસાડતા 59 ખાનગી વાહનો ડિટેઇન

VADODARA : ઇકો અને અર્ટીગા મળીને 53 તથા અન્ય 6 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા, સાથે એક ચાલક સામે એમ વી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો
vadodara   મુસાફરોને ઠાંસી ઠાંસીને બેસાડતા 59 ખાનગી વાહનો ડિટેઇન
Advertisement

VADODARA : વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખાની મદદનીશ પોલીસ કમિશનર કચેરી (VADODARA CITY TRAFFIC POLICE) દ્વારા મુસાફરોને ઠાંસી ઠાંસીને લઇ જતા ખાનગી વાહનો પર મોટી કાર્યવાહી કરવામાં આવી (HUGE ACTION AGAINST PRIVATE VEHICLES - VADODARA TRAFFIC POLICE) છે. વિતેલા 24 કલાકમાં અલગ અલગ 59 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જેને પગલે રોકડી કરવા માટે મુસાફરોનો જીવ જોખમમાં મુકનારાઓ ખાનગી વાહન ચાલકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. ટ્રાફિક પોલીસના આ કાર્યની લોકો સરાહના કરી રહ્યા છે. અને આ પ્રકારની કામગીરી આવનાર સમયમાં પણ ચાલુ રહે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

Advertisement

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ - 2025 અંતર્ગત મોટી કાર્યવાહી

વડોદરામાં અનેક ઠેકાણે ખાનગી વાહન ચાલકો મુસાફરોને વડોદરાથી અમદાવાદ તથા ભરૂચ તરફ લઇ જતા હોવાના અહેવાલો સમયાંતરે સામે આવતા રહે છે. આ માહિતી સામે આવતા પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠતા રહ્યા છે. ત્યારે હવે પોલીસ આવા તત્વોને ડામવા માટે સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ - 2025 અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે.

Advertisement

એમ વી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો

ટ્રાફિક શાખાની વિવિધ વિભાગની ટીમો દ્વારા શહેરના અમિત નગર સર્કલ, દુમાડ બ્રિજ, ગોલ્ડન બ્રિજ તથા આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મુસાફરોને બેસાડતા ખાનગી વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં ઇકો અને અર્ટીગા મળીને 53 તથા અન્ય 6 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. અને એક ચાલક સામે એમ વી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને પગલે રોકડી કરવા માટે ખાનગી વાહનોમાં મુસાફરોને ઠાંસી ઠાંસીને લઇ જતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. આવા તત્વોનો સીધાદોર કરવા માટે પોલીસે આ કામગીરી આવનાર સમયમાં ચાલુ રાખવી જોઇએ, અને તેને વધુ વેગવંતી બનાવવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો --- VADODARA : નવલખી કંપાઉન્ડમાં દારૂની મહેફિલ માણતા 11 ને દબોચતી પોલીસ

Tags :
Advertisement

Trending News

.

×