Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૂર બાદ આજથી સિટી બસ સેવા કાર્યરત, વિદ્યાર્થીઓને મળશે રીફંડ

VADODARA : વડોદરા (VADODARA) માં આવેલા ઐતિહાસીક પૂરમાં સિટી બસ સેવાઓ પણ ખોટકાઇ હતી. જેને લઇને હાલ સુધી બસ સેવા બંધ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ પાણી ભરાયેલી બસોનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તે પૈકી 60 બસ આજથી...
vadodara   પૂર બાદ આજથી સિટી બસ સેવા કાર્યરત  વિદ્યાર્થીઓને મળશે રીફંડ

VADODARA : વડોદરા (VADODARA) માં આવેલા ઐતિહાસીક પૂરમાં સિટી બસ સેવાઓ પણ ખોટકાઇ હતી. જેને લઇને હાલ સુધી બસ સેવા બંધ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ પાણી ભરાયેલી બસોનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તે પૈકી 60 બસ આજથી લોકોની સેવામાં કાર્યરત કરવામાં આવનાર છે. જેને લઇને લોકોને શટલ રીક્ષાની મુસાફરીમાંથી છુટકારો મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

110 બસોમાં પાણી ભરાઇ જતા ખોટકાઇ

વડોદરામાં પૂરના પાણીને લઇને ભારે તારાજી સર્જાઇ હતી. તેમાં શહેરમાં ચાલતી સિટી બસ સેવા પણ અસરગ્રસ્ત થઇ હતી. બસ સ્ટેશન અને બસોમાં પાણી ભરાઇ જવાના કારણે વ્યવસ્થા ખોટકાઇ ગઇ હતી. જેના કારણે લોકોએ શટલ રીક્ષામાં મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. જો કે, પૂરના પાણી ઓસર્યા બાદ હવે ધીરે ધીરે સામાન્ય જનજીવન તરફ લોકો વળી રહ્યા છે. ત્યારે સિટી બસ સેવાના સંચાલકો દ્વારા પણ બસનું મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં સિટી બસ સેવા પુરી પાડતી વિનાયક લોજિસ્ટિક્સની 110 બસોમાં પાણી ભરાઇ જતા તે ખોટકાઇ હતી.

પ્રતિદિન રૂ. 40 હજાર લેખે રીફંડ

તે પૈકીની 60 બસ રીપેર કરી લેવામાં આવી છે. સંચાલકોના જણાવ્યા અનુસાર, સિટી બસમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી છે. તેમની માસિક પાસની રકમ એડવાન્સમાં લઇ લેવામાં આવે છે. પૂરની સ્થિતીના કારણે બસ ના ચાલતા હવે વિદ્યાર્થીઓને તેનું રીફંડ ચુકવવું પડશે. પ્રતિદિન રૂ. 40 હજાર લેખે રીફંડ ચુકવવું પડી શકે છે. તો બીજી તરફ પૂરમાં પાણી ભરાઇ જવાના કારણે રૂ. 1 કરોડના ખર્ચે તમામ બસોનું રીપેરીંગ કરવું પડે તેમ છે.

Advertisement

આ પણ વાંચો -- Chhotaudepur: સફળતા પાછળ ગુરુઓઓ અમૂલ્ય ફાળો, વિદ્યાર્થી માટે હંમેશા સર્વશ્રેષ્ઠ છે આ શિક્ષક

Advertisement
Tags :
Advertisement

.