Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જોગીદાસ વિઠ્ઠલદાસની પોળમાં અટકચાળા બાદ ધાબા પોઇન્ટ પર તૈનાતી

VADODARA : ત્રીજા દિવસે શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહ્યો છે. અને સ્થાનિકો પણ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા હોવાનું ડીસીપી જણાવી રહ્યા છે
vadodara   જોગીદાસ વિઠ્ઠલદાસની પોળમાં અટકચાળા બાદ ધાબા પોઇન્ટ પર તૈનાતી
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના કોઠી પોળ-જોગીદાસ વિઠ્ઠલદાસની પોળમાં કાચની બોટલ ફેંકવામાં આવી હોવાનો મેસેજ મળતા જ પોલીસ દોડતી થઇ હતી. સતત બે દિવસ બોટલ ફેંકાયાની ઘટના સામે આવતા પોલીસે બંદોબસ્ત વધારી દીધો હતો. પોલીસ દ્વારા વિશેષ ધાબા પોઇન્ટ પર પણ તૈનાતી કરવામાં આવી છે. જેને પગલે ત્રીજા દિવસે શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહ્યો છે. અને સ્થાનિકો પણ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા હોવાનું ડીસીપી જણાવી રહ્યા છે.

Advertisement

ડીસીપીની હાજરીમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

વડોદરાના કોઠી પોળ-જોગીદાસ વિઠ્ઠલદાસની પોળમાં કાચની બોટલ ફેંકીને અટકચાળું કરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવતા પોલીસ દોડતી થઇ હતી. બે દિવસ ચાલેલી ઘટના બાદ ત્રીજા દિવસે બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવતા શાંતિ હતી. પોલીસે ધાબા પોઇન્ટ પર જવાનોની તૈનાતી કરી છે. ધાબા પર ટોર્ચ લાઇટ સાથે તેઓ નજર રાખી રહ્યા છે. સાથે જ ડીસીપીની હાજરીમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી લોકો સુરક્ષિત અનુભવી રહ્યા છે.

Advertisement

નગરજનોએ જણાવ્યું કે, હવે તેમને કોઇ ચિંતા નથી

DCP પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું કે, સોમવાર-મંગવારે વિસ્તારમાં બોટલ ફેંકવામાં આવી હોવાના મેસેજ આવ્યા હતા. જેના અનુસંધાને અમે વિસ્તારમાં કોબિંગ કર્યું હતું. અને આજે બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસના ધાબા પોઇન્ટ મુકવામાં આવ્યા છે. સાથે પીઆઇ કક્ષા સહિત વધારાના પોલીસ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. તથા એસઆરપી બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે. નગરજનોએ જણાવ્યું કે, હવે તેમને કોઇ ચિંતા નથી. કોઇ બનાવ આજે બન્યો નથી. તે લોકો સુરક્ષાને લઇને આશ્વસ્થ છે.

પોલીસે કોબિંગ કરવાની સાથે ધાબા ચેક કર્યા

વધુમાં તેમણે જણાવ્યું કે, એસઓજીની ટીમો દ્વારા આજુબાજુમાં રહેતા લોકો વિશે જાણ્યું છે. કોણ રહે છે, શું કામ કરે છે, કયા પ્રકારે વ્યવસાય છે, સહિતના સવાલોના જવાબો મેળવીને પ્રોફાઇલીંગ કર્યું છે. જેથી કરીને ભવિષ્યમાં યોગ્ય પગલાં લેવામાં ફાવે. પોલીસે કોબિંગ કરવાની સાથે ધાબા ચેક કર્યા છે. આજુબાજુમાં રહેલા પથ્થરો દુર કરવામાં આવ્યા છે. ધાબા પોઇન્ટ પર જવાનો ટોર્ચ લાઇટ સાથે તૈનાત કરવામાં આવ્યા છે. જવાનો બોડીવોર્ન કેમેરાથી સજ્જ છે.

આ પણ વાંચો -- VADODARA : 12 PI ની આંતરિક બદલી, કારેલીબાગ પોલીસ મથકમાં મોટા ફેરફાર

Tags :
Advertisement

Trending News

.

×