VADODARA : કેદી જોડે રક્ષાબંધન મનાવતા જેલમાં ઉપલબ્ધ મીઠાઇ આપી શકાશે
VADODARA : સામાન્ય માણસની જેમ જેલમાં બંધ કેદીભાઇઓ પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી શકે તે માટે જેલમાં રક્ષાબંધન (RAKSHABANAHDNA IN JAIL) ઉજવવામાં આવે છે. જેમાં બહેનો ભાઇના કાંડે રક્ષા બાંધે છે. મોઢું મીઠું કરાવે છે અને ભાઇને મંગલકામનાઓ પાઠવે છે. ચાલુ વર્ષે વડોદરાની મધ્યસ્થ જેલ (VADODARA CENTRAL JAIL) માં બંદીવાદ ભાઇઓને બહેનો રાખડી બાંધી શકશે, પરંતુ બહારની ભાવતી મીઠાઇ નહી ખવડાવી શકે. જંલ તંત્ર દ્વારા તેનો અસ્વિકાર જાહેર કરવામાં આવ્યો છે. બહેનો જેલમાં ઉપલબ્ધ મીઠાઇ જ કેદીભાઇને આપી શકશે.
19 ઓગસ્ટે સવારે આયોજન
વડોદરામાં મોટી મધ્યસ્થ જેલ આવેલી છે. જેમાં કાચા કામના કેદીથી લઇને ખુંખાર આરોપી સજા કાપી રહ્યા છે. જેલમાં બંધ કેદી સામાન્ય માણસની જેમ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી શકે તે માટે જેલ પ્રસાશન દ્વારા દર વર્ષે વિશેષ સુવિધા કરવામાં આવે છે. જેમાં નિયત કરેલા સમય સુધી બહેનો ભાઇને રાખડી બાંધી શકે છે. આ વખતે 19 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધનના દિવસે પણ તે પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બરોડા ડેરીની શુદ્ધ મીઠાઇ બંદીવાન ભાઇઓને આપી શકશે
જે અંગેની યાદી પ્રમાણે, જેલમાં બંદીવાનનોની સગી બહેનો દ્વારા રાખવી બાંધવાનો સમય સવારે 8 વાગ્યાથી લઇને 1 વાગ્યા સુધીનો છે. તેમાં પણ બહારની દુધની બનાવટની ચીજો સ્વિકારમાં આવશે. નહી. બહેનો ભાઇને જેલમાં ઉપલબ્ધ બરોડા ડેરીની શુદ્ધ મીઠાઇ બંદીવાન ભાઇઓને આપી શકશે. આમ, આ રક્ષાબંધન પર ભાઇને ગમતી મીઠાઇ નહી મળી શકે. આ નિર્ણય બંદીવાન કેદીઓના સ્વાસ્થ્યને લઇને લેવામાં આવ્યો હોવાનો યાદીમાં ઉલ્લેખ છે.
આ પણ વાંચો -- VADODARA : સાબરમતી ટ્રેનના મુસાફરો જોડે સાંસદનો સંવાદ, કહ્યું "નિશ્ચિંત રહેજો"