Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ પૂર્ણ કરવા આપી મંજૂરી

યુક્રેનથી  ભારત પરત ફરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓ (Medical Students) માટે આખરે ગુડ ન્યુઝ આવ્યા છે, જેની તેઓ મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. આ મેડિકલ વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ પોતાનો અભ્યાસ પૂરો કરી શકશે. નેશનલ મેડિકલ કમિશન (NMC) એ તેની મંજૂરી આપી દીધી છે. નેશનલ મેડિકલ કમિશને આ વિદ્યાર્થીઓ માટે એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામ સામે સામે નો ઓબ્જેક્શન આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ એનએમસીએ આ વિદ્યાર્થીઓ àª
યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને  ભારતમાં અભ્યાસ પૂર્ણ કરવા આપી  મંજૂરી

યુક્રેનથી  ભારત પરત ફરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓ (Medical Students) માટે આખરે ગુડ ન્યુઝ આવ્યા છે, જેની તેઓ મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. આ મેડિકલ વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ પોતાનો અભ્યાસ પૂરો કરી શકશે. નેશનલ મેડિકલ કમિશન (NMC) એ તેની મંજૂરી આપી દીધી છે. નેશનલ મેડિકલ કમિશને આ વિદ્યાર્થીઓ માટે એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામ સામે સામે નો ઓબ્જેક્શન આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ એનએમસીએ આ વિદ્યાર્થીઓ માટે ભારતની મેડિકલ કોલેજોમાં એડમિશન માટે એક શરત પણ મૂકી છે.

Advertisement




ભારતમાં MBBS, શું છે શરત

હજારો વિદ્યાર્થીઓને આ ખુશખબર આપતા નેશનલ મેડિકલ કમિશને પણ નોટિસ જાહેર કરી છે. એનએમસી યુજી મેડિકલ બોર્ડ દ્વારા મંગળવારે 6 સપ્ટેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવેલી આ નોટિસમાં Mobility Programને મંજૂરી આપવાની વાત કહેવામાં આવી છે.

Advertisement

તેમાં લખ્યું છે કે ‘યુક્રેન દ્વારા ઓફર કરાયેલ મોબિલિટી પ્રોગ્રામ પર કમિશન દ્વારા વિદેશ મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવી હતી. નેશનલ મેડિકલ કમિશને ભારતીય વિદ્યાર્થીઓ માટેના આ Academic Mobility Program સામે નો ઓબ્જેક્શન આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ વિદ્યાર્થીઓએ સ્ક્રિનિંગ ટેસ્ટ રેગ્યુલેશન 2022ની શરતો પૂરી કરવી પડશે.

Advertisement

યુક્રેનની યુનિવર્સિટીમાંથી મળશે ડિગ્રી

એનએમસીએ સ્પષ્ટતા કરી છે કે આ એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામ હેઠળ જે વિદ્યાર્થીઓ યુક્રેનની યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા, તેઓ અન્ય દેશની યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે અને તેમનો કોર્સ પૂરો કરી શકે છે. પરંતુ મેડિકલ,એમબીબીએસની ડિગ્રી તે યુક્રેનની એ જ યુનિવર્સિટીમાંથી મેળવશે જ્યાં તેમને પહેલી વખત એડમિશન લીધું હતું.

રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકારની મદદથી તેમના વતન પરત ફર્યા. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા. પરત ફર્યા બાદ આ વિદ્યાર્થીઓ ભારતની મેડિકલ કોલેજમાંથી અભ્યાસ પૂરો કરવા માટે અનુમતિની માંગ કરી રહ્યા હતા. પરંતુ આ પહેલા એનએમસીએ આ મંજૂરી આપવાની ના પાડી દીધી હતી.

Tags :
Advertisement

.