VADODARA : CCTV પોલ રસ્તા પર આડો પડ્યો, તંત્ર ક્યારે આંખ ખોલશે..!
VADODARA : વડોદરા (VADODARA) માં લોકોની સુરક્ષા માટે સીસીટીવી (CCTV) નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. પરંતુ તેની જાળવણીમાં તંત્ર ઉણું ઉતર્યું હોવાનું સપાટી પર આવી રહ્યું છે. તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા ઉભા કરવામાં આવેલા સીસીટીવી પોલ પૈકી લાલ બાગ બ્રિજ નીચેનો પોલ તુટીને નીચે પડતા નકામો બન્યો છે. છેલ્લા બે દિવસથી આ સ્થિતમાં પોલ હોવાથી સ્થાનિકોમાં તંત્રની લાપરવાહી સામે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. પાલિકા સુત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરભરમાં 1870 જેટલા સીસીટીવી લગાડવામાં આવ્યા છે. તૈ પૈકી 75 જેટલી સીસીટીવી વિવિધ કારણોસર હાલ બંધ હાલમાં છે.
લાલ બાગ બ્રિજ નીચે મુકવામાં આવેલો પોલ જમીન પર પડ્યો
સ્માર્ટ સિટી વડોદરાનું તંત્ર સુવિધાઓ ઉભી કરવામાં જેટલુ પાવરધુ છે, તેટલું તેની જાળવણી કરવામાં નથી. આ વાત ભાગ્યે જ કોઇ વડોદરાવાસીથી છુપી હશે. ત્યારે આ વાતની સાબિતી આપતો વધુ એક કિસ્સો સપાટી પર આવવા પામ્યો છે. જેમાં પાલિકા દ્વારા ઉભા કરવામાં આવેલા સીસીટીવી પોલ પૈકી લાલ બાગ બ્રિજ નીચે મુકવામાં આવેલો પોલ જમીન પર પડ્યો છે. વિતેલા બે દિવસથી આ સ્થિતી યથાવત છે. છતાં કોઇ જોવાવાળું નથી. જેને પગલે સ્થાનિકો અને રસ્તા પરથી પસાર થતા લોકોમાં આ વાતને લઇને તંત્ર સામે રોષની લાગણી વ્યાપી જવા પામી છેે.
કોઇ નાનો ફોલ્ટ હોય તો એજન્સી પાસે અમે તુરંત રીપેર કરાવી લઇએ
પાલિકાના સક્ષમ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, શહેરમાં લોકોની સુરક્ષા માટે 1870 સીસીટીવી મુકવામાં આવ્યા છે. તે પૈકી 75 જેટલા સીસીટીવી હાલ વિવિધ કારણોસર બંધ છે. જે સીસીટીવીમાં વાયર કપાઇ જવો અથવા કોઇ નાનો ફોલ્ટ હોય તો એજન્સી પાસે અમે તુરંત રીપેર કરાવી લઇએ છીએ. પરંતુ અકસ્માતે અથવા અન્ય કારણોસર મોટુ નુકશાન પહોંચ્યું હોય તે તેવા કિસ્સામાં વાર લાગતી હોય છે.
આ પણ વાંચો -- VADODARA : હાઇ-વે પર અકસ્માતમાં ટ્રક ચાલક ફસાયો, પતરૂ કાપીને રેસ્ક્યૂ