Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : BMW હિટ એન્ડ રન કેસમાં 33 માં દિવસે કાર કબ્જે, FSL તપાસ કરાશે

VADODARA : રહેમનજર દાખતા મોડે મોડે આરોપીની ધરપકડ કરી હતી. અને તેની ધરપકડ બાદ તે ગણતરીના સમયમાં જ છુટી ગયો હતો
vadodara   bmw હિટ એન્ડ રન કેસમાં 33 માં દિવસે કાર કબ્જે  fsl તપાસ કરાશે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના અમિત નગર વિસ્તારમાં લક્ઝુરીયસ BMW કાર દ્વારા સર્જેલા હિટ એન્ડ રન (BMW HIT AND RUN CASE - VADODARA) માં ઠક્કર પરિવારના મોભીનું મોત નિપજ્યું હતું. આ મામલે હરણી પોલીસ મથક (HARNI POLICE STATION) ના પીઆઇ દ્વારા રહેમનજર દાખવતા તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. અને સમગ્ર મામલાની તપાસને એસીપીને સોંપવામાં આવી હતી. અકસ્માતની ઘટનાના 33 દિવસ બાદ ફરી કાર કબ્જે કરવામાં આવી છે. દરમિયાન કારનું સમારકામ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. આ મામલાની તપાસમાં એફએસએલ પણ જોડાઇ છે.

મામલાની તપાસ એસીપી - એચ ડિવિઝનને સોંપવામાં આવી

વડોદરાના અમિત નગર વિસ્તારમાં આવેલા પુરૂષોત્તમ નગરમાં રહેતા 73 વર્ષિય કાંતિલાલ ઠક્કર વહેલી સવારે કચરો નાંખવા નીકળ્યા હતા. તે દરમિયાન BMW કારના ચાલક અને બિલ્ડર પુત્ર પિનાંક સોરઠિયાએ તેઓને અડફેટે લઇ ફંગોળતા તેઓનું મોત નિપજ્યું હતું. બાદમાં કાર ચાલક નાસી છુટ્યો હતો. આ મામલે હરણી પોલીસ મથકના પીઆઇએ આરોપી પર રહેમનજર દાખતા મોડે મોડે તેની ધરપકડ કરી હતી. અને આરોપીની ધરપકડ બાદ તે ગણતરીના સમયમાં જ છુટી ગયો હતો. આ મામલો સપાટી પર આવતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. અને હરણી પોલીસ મથકના પીઆઇની બદલી કરીને લિવ રીઝર્વમાં મુકાયા હતા. આ સાથે સમગ્ર મામલાની તપાસ એસીપી - એચ ડિવિઝન જી. બી. બાંભણીયાને સોંપવામાં આવી હતી.

Advertisement

આરોપીનું લાયસન્સ રદ્દ થાય તેવા પ્રયાસો

આ મામલે 33 દિવસ બાદ વધુ એક વખત હિટ એન્ડ રનના આરોપી પિનાંક સોરઠિયાની BMW કાર કબ્જે કરવામાં આવી છે. દરમિયાન આ કારનું સમારકામ થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હાલ આ કારની તપાસ એફએસએલ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે આકરી કાર્યવાહી કરતા હિટ એન્ડ રન કેસના આરોપી પિનાંક સોરઠિયાનું ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી માટે તંત્રએ કમર કસી છે. અને ટુંક સમયમાં તેનું લાયસન્સ રદ્દ થાય તેવા પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેનો ખર્ચ ત્રણ ઘણો પહોંચશે, વાંચો વિગતવાર

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

featured-img
ગુજરાત

VADODARA : આરોપીના રિમાન્ડમાં ગેરકાયદે સીરપ-ટેબ્લેટનું ગોડાઉનનું પગેરૂં ઝડપાયું

featured-img
ગુજરાત

VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યોરીટી સ્ટાફની ધૂલાઇ

featured-img
ગુજરાત

VADODARA : 'છોટી છત બડે અરમાન' થીમ પર વિવિધતાથી ભરપૂર પક્ષીઘર બનાવ્યા

featured-img
ગુજરાત

VADODARA : 'ડેવલોપમેન્ટ રોકાય તો તેના પ્રત્યાઘાત ચૂંટણીમાં પડે'- ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

featured-img
Top News

Ahmedabad : શ્રી અસ્ટ મંગલ મહાદેવ મંદિર ખાતે દિવ્યાંગ સહાયતા શિબિર યોજાઈ

×

Live Tv

Trending News

.

×