Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રોડના કામો પાછા ઠેલાતા BJP MLA એ સરકાર સુધી વાત પહોંચાડી

VADODARA : આ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) વડોદરા (VADODARA) ની મુલાકાતે આવનાર છે. જેને લઇને શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન સહિત અનેક કામો હાલ ચાલી રહ્યા છે. તેવામાં વડોદરા પાલિકામાં કરોડો રૂપિયાના રોડના કામો મુકવામાં આવ્યા છે....
vadodara   રોડના કામો પાછા ઠેલાતા bjp mla એ સરકાર સુધી વાત પહોંચાડી

VADODARA : આ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) વડોદરા (VADODARA) ની મુલાકાતે આવનાર છે. જેને લઇને શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન સહિત અનેક કામો હાલ ચાલી રહ્યા છે. તેવામાં વડોદરા પાલિકામાં કરોડો રૂપિયાના રોડના કામો મુકવામાં આવ્યા છે. જેને લઇને સંકલનની બેઠકમાં સભ્યો દ્વારા મનમાની કરીને વિરોધ કરવામાં આવતા ધારાસભ્યએ સરકારમાં રજુઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સરકારે જરૂરિયાત મુજબના રોડના કામો કરવા આદેશ આપ્યા છે. અને જરૂર પડ્યે સરકારમાંથી તેનો ખર્ચ આપવાની બાંહેધારી પણ આપવામાં આવી છે.

Advertisement

રોડ રસ્તાના કામોને અગ્રિમતા આપવામાં આવે તેવો સુર

તાજેતરમાં વડોદરામાં સંકનલ અને સ્થાયી સમિતી સમક્ષ રૂ. 100 કરોડથી વધુના રોડના કામો મુકવામાં આવ્યા હતા. જે મામલે ચાર સભ્યો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવતા તે કામોને મુલતવી રાખવામાં આવ્યા છે. બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવવાના હોવાથી રોડ રસ્તાના કામોને અગ્રિમતા આપવામાં આવે તેવો સુર વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (VADODARA - BJP MLA YOGESH PATEL) દ્વારા પૂરવવામાં આવ્યો છે.

જુજ સભ્યોની આડોડાઇ સામે જાગૃત ધારાસભ્ય મેદાને

કોર્પોરેટરો દ્વારા વધુ અભ્યાસ કરવાનું બહાનું આગળ ધરીને વિરોધ કરવામાં આવતા રોડના કામોને મુલતવી રાખવામાં આવ્યા છે. જે અંગે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા રાજ્ય સરકારના અગ્ર સચિવને જાણ કરવામાં આવી હતી. તેમના થકી મામલો સરકાર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જુજ સભ્યોની આડોડાઇ શહેરના વિકાસમાં બાધારૂપ ના બને તે માટે જાગૃત ધારાસભ્ય મેદાને આવ્યા હતા.

Advertisement

જરૂર પડશે તો સરકાર દ્વારા તે અંગેનો ખર્ચ આપવાની બાંહેધારી

ધારાસભ્યની રજુઆતને ધ્યાને લઇને સરકાર દ્વારા સકારાત્મક સંકેતો મળ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સરકારે જરૂરીયાત મુજબના રોડ-રસ્તાના કામો કરવા આદેશ આપવાની દિશામાં ડગ માંડ્યું છે. અને જો જરૂર પડશે તો સરકાર દ્વારા તે અંગેનો ખર્ચ આપવાની પણ બાંહેધારી આપવામાં આવી છે. જે જોતા ધારાસભ્યની રજુઆત રંગ લાવી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : BJP MLA ના નિવેદન બાદ કોર્પોરેટરે ચલાવ્યા શબ્દોના બાણ

Advertisement

Tags :
Advertisement

.