કાર્યક્રમમાં સંબોધન પહેલાં રાહુલ ગાંધીએ પૂછ્યું, બોલવાનું શું છે? આજની થીમ શું છે?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર વારંવાર નિશાન સાધનાર બીજેપી નેતાએ શનિવારે સવારે એક વિડીયો જાહેર કર્યો છે. વાસ્તવમાં, રાહુલ ગાંધી શુક્રવારે તેમના બે દિવસીય પ્રવાસ પર તેલંગાણા પહોંચ્યા હતા. કાર્યક્રમ પહેલાં રાહુલ ગાંધી કેટલાંક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતાં જોવા મળી રહ્યાં છે. વિડિયોમાં રાહુલ ગાંઘી કહી રહ્યાં છે કે આજે કયાં ટોપિક પર બોલવાનું છે
Advertisement
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર વારંવાર નિશાન સાધનાર બીજેપી નેતાએ શનિવારે સવારે એક વિડીયો જાહેર કર્યો છે. વાસ્તવમાં, રાહુલ ગાંધી શુક્રવારે તેમના બે દિવસીય પ્રવાસ પર તેલંગાણા પહોંચ્યા હતા. કાર્યક્રમ પહેલાં રાહુલ ગાંધી કેટલાંક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતાં જોવા મળી રહ્યાં છે. વિડિયોમાં રાહુલ ગાંઘી કહી રહ્યાં છે કે આજે કયાં ટોપિક પર બોલવાનું છે? અને શું બોલવાનું છે?
બીજેપી નેતા અમિત માલવિયાએ શેર કરેલા વિડીયોમાં રાહુલ ગાંધી કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે એક રૂમમાં જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં રાહુલ ગાંધી પૂછતા સાંભળવા મળે છે. કે બોલવાનું શું છે અને આજની થીમ શું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં ખેડૂતોના એક કાર્યક્રમને સંબોધતા પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
બીજેપી નેતા અમિત માલવિયાએ રાહુલ ગાંધીનોનો જે વિડીયો શેર કર્યો છે તેમાં રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓથી ઘેરાયેલા જોવા મળે છે. અને પૂછી રહ્યાં છે કે આજની થીમ શું છે? કોગ્રેંસનેતાના આ વિડીયોથી સોશિય મીડિયામાં વિવાદનો નવો મધપૂડો છંછેડાયો છે. આ પહેલાં પણ નેપાળ પ્રવાસમાં પબના વિડીયોને લઇને પણ ખૂબ જ વિવાદ સર્જાયો હતો.
Advertisement