Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વિધાનસભાના દંડકનો મૌલવીના ચરણ સ્પર્શ કરતો વીડિયો વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) ના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ (VADODARA BJP MLA BALKRUSHNA SHUKLA) નો મૌલવીના ચરણ સ્પર્શ કરતો વીડિયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL VIDEO) માં ભારે વાયરલ થવા પામ્યો છે. તેઓ સંઘના ચુસ્ત...
vadodara   વિધાનસભાના દંડકનો મૌલવીના ચરણ સ્પર્શ કરતો વીડિયો વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) ના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ (VADODARA BJP MLA BALKRUSHNA SHUKLA) નો મૌલવીના ચરણ સ્પર્શ કરતો વીડિયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL VIDEO) માં ભારે વાયરલ થવા પામ્યો છે. તેઓ સંઘના ચુસ્ત કાર્યકર રહી ચુક્યા છે, ત્યારે આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થતા તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો બીજી તરફ જે મૌલવીના ચરણ સ્પર્શ કર્યા છે, તેઓ પણ ચર્ચિત ભૂતકાળ ધરાવતા હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. સુત્રોએ જણાવ્યું કે, આ વીડિયો જુનીગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા ટાણેનો છે. જેમાં પ્રથમ મૌલવી દ્વારા દંડકનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

મૌલવી દ્વારા શાલ ઓઢાડીને સ્વાગત

વડોદરામાં ગણેશજીનુ વિસર્જન અને ઇદે મિલાદ પર્વ સાથે સાથે આવતા હોવાથી બંને કોમના અગ્રણીઓ શહેરમાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ બન્યું રહે તે માટે સંયુક્ત પ્રયાસો કરી રહ્યા છે. શહેર પોલીસ પણ તહેવારોની ઉજવણી રંગેચંગે થવાની સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કોઇ પણ કચાશ રાખતી નથી. ત્યારે તાજેતરમાં વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળ્યા અનુસાર, મૌલવી દ્વારા તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ બંને હાથ મિલાવે છે. અને અંતમાં બાલકૃષ્ણ શુક્લ મૌલવીના ચરણ સ્પર્શ કરે છે.

Advertisement

મૌલવી ચર્ચિત ઇતિહાસ ધરાવે છે

આ વીડિયો સપાટી પર આવ્યા બાદ તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. બાળકૃષ્ણ શુક્લ આરએસએસના ચુસ્ત કાર્યકર રહી ચુક્યા છે. સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ બનતી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર, દંડક જે મૌલવીના ચરણ સ્પર્શ કરે છે, તેમનું નામ ભોલા બાપુ છે. અને તેઓ ચર્ચિત ઇતિહાસ ધરાવે છે. આ વીડિયો શહેરના જાણીતા જુનીગઢીના ગણેશજીના વિસર્જન સમયનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ વીડિયો સપાટી પર આવતા જ ભાજપ અને આરએસએસના કાર્યકર્તાઓમાં અનેક પ્રકારની ચર્ચાઓએ સ્થાન લીધું છે.

અન્ય એક વાયરલ વીડિયો પણ ચર્ચામાં

શહેરના અતિસંવેદનશીલ ગણાતા પાંજરીગર મહોલ્લામાં આવેલી દરગાહ પર એક બોર્ડ મારવામાં આવ્યું છે. જેમાં આ સંપત્તિ વક્ફ બોર્ડની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ અન્ય માહિતી પણ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બોર્ડ સંબંધિત બિલ અંગે ચર્ચા-વિચારણા હેઠળ છે. ત્યારે વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં આ પ્રકારના બોર્ડ અચાનક લાગવાથી ચર્ચા જાગી છે.

Advertisement

આ પણ વાંચો -- Cheating: સુરતીઓને લલચાવી 2.86 કરોડનું સ્કેમ...

Tags :
Advertisement

.