Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "તિલક વગર કોઇ દેખાય તો ઉંચકીને બહાર કાઢો", ધારાસભ્યની સાફ વાત

VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરામાં ખાસ કરીને નો તિલક નો એન્ટ્રીનો નિયમ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રથમ નોરતે દર્ભાવતીના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, તિલક...
vadodara    તિલક વગર કોઇ દેખાય તો ઉંચકીને બહાર કાઢો   ધારાસભ્યની સાફ વાત

VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરામાં ખાસ કરીને નો તિલક નો એન્ટ્રીનો નિયમ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રથમ નોરતે દર્ભાવતીના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, તિલક વગરનો કોઇ યુવાન દેખાય તો તેને ઉંચકીને બહાર કાઢો. આમ, જ્યાંથી આ નિયમ બનીને રાજ્યભરમાં ફેલાયો છે, ત્યાં તેનું પાલન કરવામાં કોઇ કચાશ રાખવામાં નહી આવતી હોવાનું આ કિસ્સા પરથી જાણવા મળી રહ્યું છે.

Advertisement

પાલન કરાવવામાં હજી પણ કોઇ કચાશ આયોજકો અને પ્રેરક દ્વારા કરવામાં આવતી નથી

વડોદરાના ગરબા વિશ્વામાં વિખ્યાત છે. થોડાક વર્ષે પહેલા વડોદરા ગ્રામ્યમાં આવતા દર્ભાવતી (ડભોઇ) ના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા ગરબાના મેદાનમાં નો તિલક, નો એન્ટ્રીનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જોત જોતામાં આ નિયમ રાજ્યભરમાં આવકારી તેનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જ્યાં આ નિયમ બન્યો ત્યાં તેનું પાલન કરાવવામાં હજી પણ કોઇ કચાશ આયોજકો અને પ્રેરક દ્વારા કરવામાં આવતી નથી. જેનું ઉદાહરણ તાજેતરમાં સામે આવવા પામ્યું છે.

નિયમ બનાવનારાઓ જ માન ના આપે તો કેવી રીતે ચાલશે

ગતરોજ નવરાત્રીનું પહેલું નોરતું હતું. પહેલા નોરતામાં ડભોઇના સૌથી મોટા ગરબાના આયોજનનમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટા હાજર હતા. જ્યાં તમામ વચ્ચે તેમણે બેબાક રીતે જણાવ્યું કે, તિલક વગરનો કોઇ યુવાન દેખાય તો તેને ઉંચકીને બહાર કાઢો. અહિંયાથી નિયમ બન્યો હોય અને જેને આખું ગુજરાત માન આપતું હોય, તેને નિયમ બનાવનારાઓ જ માન ના આપે તો કેવી રીતે ચાલશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પહેલા નોરતે ગરબા મેદાન કાદવથી લથપથ, ડિવાઇડર બન્યું પાર્કિંગ સ્ટેન્ડ

Advertisement
Tags :
Advertisement

.