ભુજ સ્મૃતિવન ખાતે 74માં પ્રજાસત્તાક પર્વનું યોજાયું ગ્રાઉન્ડ રીહર્સલ
ક્ચ્છ 74 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાલકક્ષા ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ભુજ સ્મૃતિવન ખાતે પ્રજાસત્તાક પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડે રીહર્સલ યોજવામાં આવ્યુ હતું. કચ્છ પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ૨૬ જાન્યુઆરીના રોજ તિરંગો લહરાશે.જિલ્લાઆ સમાહર્તાશ્રી દિલીપ રાણાએ આજે સ્મૃતિવન ગ્રાઉન્ડમાં તિરંગાને સલામી આપી પરેડ àª
Advertisement
ક્ચ્છ 74 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાલકક્ષા ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ભુજ સ્મૃતિવન ખાતે પ્રજાસત્તાક પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડે રીહર્સલ યોજવામાં આવ્યુ હતું. કચ્છ પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ૨૬ જાન્યુઆરીના રોજ તિરંગો લહરાશે.
જિલ્લાઆ સમાહર્તાશ્રી દિલીપ રાણાએ આજે સ્મૃતિવન ગ્રાઉન્ડમાં તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કરવાની સાથે માર્ચપાસ્ટી, સાંસ્કૃૃતિક કાર્યક્રમોના આયોજન ઉપરાંત વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઓનું સન્માસન સહિત બાબતોની સમીક્ષા કરી હતી તથા મુખ્યા કાર્યક્રમની તમામ તૈયારીઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો.
દેશભક્તિ ગીત હે જન્મભૂમિ ભારત હે સમુહ નૃત્ય હર ઘર તિરંગા, અભિનય ગીત વંદન તુજે મા ભારતી, રાસ રાણો અચિન્ધો, દેશભક્તિ ગીત ભારત અનોખા હમારા હે તથા એનડીઆરએફની ટીમ દ્વારા નિદર્શન, ઉપરાંત બેન્ડર સુરાવલી સાથે વંદે માતરમ પ્રસ્તુતત કરાયું હતું.
જિલ્લાએ સમાહર્તાએ ગ્રાઉન્ડર રીહર્સલ નિહાળ્યા બાદ તંત્રના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમોને વધુ સારી રીતે રજૂ કરવા અને જાજરમાન બનાવવા સ્થનળ પર માર્ગદર્શન આપ્યું હતું.
પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ સિંઘ, અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત તથા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન અને અધિકારીગણ ઉપસ્થિલત રહયા હતા.ઉલ્લેખનીય એ છે કે આ વખતે પ્રથમ વખત સમૂર્તિવનમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે,સમૂર્તિવનનું લોકાર્પણ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું,અત્યાર સુધી લાખો સહેલાણીઓ સ્મૃતિવનની મુલાકાતે આવી ચુક્યા છેત્યારે આ વખતે ધ્વજવંદન કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો જોડાસે, એટલું જ નહીં ભૂકંપમાં સ્વજન ગુમાવી ચૂકેલાઓના પરિવારજનો પણ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવસે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.