VADODARA : મનમાની ચલાવતા VMC ના અધિકારીઓ સામે ધારાસભ્યની લાલ આંખ
VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ગૌરવ પથ બનાવાનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. જેને સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલ (VADODARA - BJP MLA YOGESH PATEL) દ્વારા અટકાવવામાં આવ્યું છે. જેની પાછળ અધિકારીઓ દ્વારા રોડ મોટા કરવાની જગ્યાએ ફૂટપાથ મોટા કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ ધારાસભ્ય દ્વારા મુકવામાં આવ્યો છે. પાલિકાની સંકલનની બેઠકમાં ફૂટપાથ નાના કરવા અંગે તમામ સહમત થયા બાદ પણ તેનું પાલન કરવામાં ના આવતા ધારાસભ્યએ મનમાની ચલાવતા અધિકારી સામે લાલ આંખ કરી છે.
નીતિથી વિપરિત પાલિકાના અધિકારીઓ કામ કરી રહ્યા છે
વડોદરામાં ફરી એક વખત અધિકારીઓની મનમાની સપાટી પર આવવા પામી છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રિલાયન્સ સર્કલથી તુલસીધામ ચાર રસ્તા થઇને જ્યુપીટર ચાર રસ્તા સુધી ગૌરવ પથ બનાવવામું કામ પાલિાક દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અહિંયા ફૂટપાથના પેવર બ્લોક ઉખાડ્યા ત્યાં તેને મોટો કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. શહેરભરમાં વાહનોની સંખ્યા વધતા હવે ફૂટપાથને સંકુચિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ નીતિથી વિપરિત પાલિકાના અધિકારીઓ કામ કરી રહ્યા છે.
કરોડો ખર્ચીને રોડ બનાવવાનું આયોજન હાથ પર લેવાશે
સુત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુરમાં રોડ નાના પડતા હોવાથી 6 જેટલા લોકોના અકસ્માતમાં મોત નિપજ્યા છે. પાલિકાના અધિકારીઓની મનમાની સામે હવે ધારાસભ્યએ લાલ આંખ કરી છે. અને અધિકારીઓનું ધાર્યું થતું અટકાવ્યું છે. તે બાદ હવે માંજલપુર વિસ્તારમાં ગૌરવ પથના એક તરફના પટ્ટા પર પેવર બ્લોક ઉખાડીને કરોડો ખર્ચીને રોડ બનાવવાનું આયોજન હાથ પર લેવામાં આવનાર છે. જેની માટે વધારાના ધર્ચની દરખાસ્ત પણ તૈયાર કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બંને કિસ્સામાં અંતમાં ફાયદો તો કોન્ટ્રાક્ટરોને જ થવાનો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, અધિકારીઓ દ્વારા ફુટપાથને પ્રોત્સાહન અપાયુ, જ્યારે ધારાસભ્ય દ્વારા લોકોની સુવિધાઓને ધ્યાને રાખીને રોડ બનાવવાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બંને કિસ્સામાં અંતમાં ફાયદો તો કોન્ટ્રાક્ટરોને જ થવાનો છે. કારણકે આખરે કામ તો કોન્ટ્રાક્ટરોને જ ફાળવવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : "નોટ વાંચ્યા પછી બધી ખબર પડી, અમને કોર્ટ પર પૂરો ભરોસો છે", એક્ટિવિસ્ટના પરિજનનું નિવેદન