VADODARA : ભાજપના ધારાસભ્યએ કરેલો વાયદો સ્થળ પર જ પૂરો કર્યો
VADODARA : વડોદરામાં શિવરાત્રી પર્વ પર નીકળતી શિવકી જી સવારી (SHIVJI KI SAVARI - VADODARA) હવે શહેરની ઓળખ બની ગઇ છે. તે દિવસે રંગેચંગે શિવ પરિવાર નગરની યાત્રાએ નીકળે છે. શિવજી કી સવારીમાં લોકોને જોડવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં શિવજી કી સવારી માટેની પ્રેસફોન્ફરન્સમાં પાલિકા દ્વારા અગાઉની રૂ. 1 કરોડથી વધુની ચૂકવણીની દરખાસ્ત મૂલતવી રાખવાનો મામલો ગરમાયો હતો. આ વચ્ચે ભાજપના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ કાર્યક્રમ સમયે કરેલો પોતાનો વાયદો સ્થળ પર જ પુરો કર્યો (BJP MLA CHAITANYA DESAI DONATE AMMOUNT ON THE SPOT - SHIVJI KI SAVARI, VADODARA) હતો. જે દર્શાવે છે કે, બધા નેતાઓ માત્ર વાયદો કરીને છટકી જતા નથી, આજે પણ એવા નેતાઓ છે, જે વાયદો તુરંત પુરો પણ કરે છે.
તેમણે જે કર્યું તે આજના નેતાઓ માટે ઉદાહરણરૂપ બની રહેશે
વડોદરામાં નીકળતી શિવજી કી સવારીનું અનોખું આકર્ષણ હોય છે. દર વર્ષે શિવરાત્રી પર્વ પર શિવ પરિવાર શહેરની નગરચર્ચાએ નીકળે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. અંતમાં વડોદરાના મધ્યમાં બિરાજમાન સુવર્ણ મઢીત શિવજીની પ્રતિમા પાસે મહા આરતી યોજાય છે. આ પ્રસંગે ગતરોજ પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસવાર્તામાં અનેક લોકોએ શિવજી કી સવારીનું આયોજન કરતી સત્યમ શિવમ સુંદરમ સમિતિમાં પોતાનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. તે પૈકીના એક અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ પણ હતા. જો કે, જાહેરાત બાદ તેમણે જે કર્યું તે આજના નેતાઓ માટે ઉદાહરણરૂપ બની રહેશે.
ચેકથી પોતાના અનુદાનની રકમ જમા કરાવી દીધી
કાર્યક્રમ સ્થળે ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ જણાવ્યું હતું કે, શિવજી કી સવારી માટે મારૂ આર્થિક યોગદાન હું હમણાં જ આપું છું. વાર નહીંને વાયદો નહીં. જે કહેશે તે રકમ હમણાં જ આપી દઇશ. અને બાદમાં તેમણે કહ્યું તે પ્રમાણે જ કર્યું. તેમણે કાર્યક્રમમાં જ ચેકથી પોતાના અનુદાનની રકમ જમા કરાવી દીધી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે રૂ. 50 હજારનું યોગદાન આપ્યું છે.
ધારાસભ્ય યોગેશ પટેલ રોષે ભરાયા હતા
સામાન્ય સંજોગોમાં પણ નેતાઓ વાયદો કરે અને તે પૂર્ણ થાય તે વચ્ચેની કોઇ સમયસીમા હોતી નથી. અત્રે નોંધનીય છે કે, શિવજી કી સવારીમાં વર્ષ 2023 માં મુખ્યમંત્રી આવ્યા હતા. જે સમયે થયેલા ખર્ચના રૂ. 1 કરોડથી વધુ ચુકવવાના બાકી છે. જે માટેની દરખાસ્ત પાલિકામાં આવી હતી. જેને મુલતવી રાખવામાં આવી હતી. જેને પગલે ધારાસભ્ય યોગેશ પટેલ રોષે ભરાયા હતા. અને પ્રેસવાર્તામાં જ પાલિકાના સત્તાધીશોને તાકીને કહ્યું કે, જેની દાનત ખોરી હોય, તે પૈસા ના જ આપે. આ તમામ વચ્ચે ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : MSU ના પૂર્વ VC હજી પણ યુનિ.ના બંગલે ચીટકી રહ્યા