VADODARA : જમીન કૌભાંડમાં સંડોવાયેલા BJP અગ્રણી વિરૂદ્ધ લુક આઉટ નોટીસ ઇશ્યુ
VADODARA : વડોદરા ભાજપના નેતા (VADODARA BJP LEADER) અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહીલ (NAGAR PRATHMIK SHIKSHAN SAMITI - EX. CHAIRMAN DILIPSINH GOHIL) દ્વારા હાલના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા જોડે જમીન વેચવાના નામે ઠગાઇ કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. ત્યાર બાદ દિલીપસિહ તથા મળતિયા કમલેશ દેત્રોજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે ફરિયાદ બાદથી તેઓ ફરાર છે. તેથી આરોપી દિલીપસિંહ વિદેશ ભાગી જવાની આશંકાને ધ્યાને રાખીને તેના વિરૂદ્ધમાં લુક આઉટ નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે. અને દેશના તમામ એરપોર્ટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
સમા પોલીસ મથકમાં બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
તાજેતરમાં વડોદરાના આગેવાન અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહીલ અને તેમના મળતિયા કમલેશ દેત્રોજા દ્વારા ભાજપના હાલના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાને સુખલીપુરાની જમીન મામલે ચુનો ચોપડવામાં આવ્યો હતો. જે બાદ આ જમીનમાં ઠગાઇ આચરવામાં આવી હોવાનું પરાક્રમસિંહ જાડેજાના ધ્યાને આવતા તેમણે સમા પોલીસ મથકમાં બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બંને આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા.
પોલીસે બંનેના ફોન સર્વેલન્સ પર રાખ્યા
જો કે બંનેની હજી સુધી કોઇ ભાળ મળી નથી. આરોપીઓને દબોચવા માટે પોલીસે બંનેના ફોન સર્વેલન્સ પર રાખ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. છતાં કંઇ હાથ લાગ્યું નથી. તેવામાં દિલીપસિંગ ગોહીલ વિરૂદ્ધ લુક આઉટ નોટીસીઇશ્યુ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ દિલીપસિંહ ગોહીલ તથા તેમના મળતિયાઓના અન્ય કોઇ ભોગ બન્યા છે કે કેમ તેની તપાસ વેગવંતી બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : લિકર કિંગ વિજુ સિંધીની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો