Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : "જે ભાષામાં સમજણ પાડવી હોય તે પાડી દેજો", કોર્પોરેટર આક્રમક બન્યા

VADODARA : વડોદરા (VADODARA) માં લોકોનો પ્રશ્ન ઉકેલવા માટે ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ (BJP CORPORATOR GHANSHAYAM PATEL) આક્રમક બન્યા હોવાનો વીડિયો સપાટી પર આવવા પામ્યો છે. આ મામલે કોર્પોરેટર અન્યને ખખડાવતા કહે છે કે, આ શબ્દ કોઇએ પણ નહી વાપરવાનો...
12:01 PM Sep 23, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં લોકોનો પ્રશ્ન ઉકેલવા માટે ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ (BJP CORPORATOR GHANSHAYAM PATEL) આક્રમક બન્યા હોવાનો વીડિયો સપાટી પર આવવા પામ્યો છે. આ મામલે કોર્પોરેટર અન્યને ખખડાવતા કહે છે કે, આ શબ્દ કોઇએ પણ નહી વાપરવાનો કે, તમારાથી થાય તે કરી લો. આ ફરી ના થવું જોઇએ. તેને જે ભાષામાં સમજણ પાડવી હોય તે પાડી દેજો. ફરી વખત આ શબ્દ પ્રયો ના થાય. ઘર નજીક બનતી સાઇટનો સામાન રસ્તા પર આવતા સ્થાનિકોને મુશ્કેલી પડવા અંગે રજુઆત કરતા કોર્પોરેટર પહોંચ્યા હતા. બંને પક્ષે વાતચીત કરીને સમસ્યા દુર કરવા હાલ સમય આપવામાં આવ્યો હોવાનો જાણવા મળી રહ્યું છે.

અહિંયા એક વ્યક્તિ નહીં આવી શકે

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે નિર્માણાધીન સાઇટનો સામાન રસ્તા પર મુકતા અને આવી જતા સ્થાનિકો દ્વારા ટકોર કરવામાં આવી હતી. જો કે, સ્થાનિકોની ટકોરને અવગણીને બિલ્ડરો દ્વારા મનમાની કરવામાં આવતી હતી. આખરે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને બોલાવાતા તેઓ આવી પહોંચ્યા હતા. આ ઘટના દરમિયાન વાચચીતનો એક વીડિયો હાલ સપાટી પર આવવા પામ્યો છે. જેમાં કોર્પોરેટર ચિમકી આપતા કહે છે કે, આ શબ્દ કોઇએ પણ નહી વાપરવાનો કે, તમારાથી થાય તે કરી લો. આ ફરી ના થવું જોઇએ. તેને જે ભાષામાં સમજણ પાડવી હોય તે પાડી દેજો. ફરી વખત આ શબ્દ પ્રયો ના થાય. હું જે કરી શકીશ, તે કોઇને રહેવા નહી આવવા દઉં. અહિંયા એક વ્યક્તિ નહીં આવી શકે. તેવી ભાષાનો પ્રયોગ બિલકુલ ના કરતા. હું કાઉન્સિલર છું ઘનશ્યાન પટેલ.

તેઓ લાંબા સમયથી તેમને સહન કરી રહ્યા હતા

ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે જણાવ્યું કે, એરફોર્સ મકરપુરા પાછળ આત્મીય કાઉન્ટીના રહીશોએ સમસ્યા જણાવી હતી. તેમની બાજુમાં ચાલતી સાઇટની કામગીરી કરતા, તેમનું મટીરિયલ રોડ પર આવ્યું હતું. અઠવાડિયામાં રેતી રસ્તા પર આવતી હોવાથી સ્લીપ ખાઇને પડી જાય તેવી સમસ્યાઓ હતી. જેથી સ્થાનિકો સાથે મળીને બિલ્ડર જોડે પણ ચર્ચા કરી છે. આગામી 8 - 10 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવવાની બાંહેધારી વિનાયક રેસીના બિલ્ડરોએ આપી છે. સ્થાનિકો સ્વભાવે સારા કહેવાય, કે તેઓ લાંબા સમયથી તેમને સહન કરી રહ્યા હતા. ટુંક સમયમાં સારૂ પરિણામ આવી જશે.

સમસ્યા ઉકેલવા માટે સમય આપ્યો છે

સોસાયટી પ્રમુખ નૈનેશ પટેલે જણાવ્યું કે, અમારે રસ્તાની દોઢ એક વર્ષથી સમસ્યા હતી. અમે બિલ્ડરને રજુઆત પણ કરી હતી. તે સમયે તેનો ઉકેલ લાવવાની બાંહેધારી આપી હતી. પરંતુ કોઇ ઉકેલ આવ્યો ન્હતો. બિલ્ડર જોડે વાત કરીને સમસ્યા ઉકેલવા માટે સમય આપ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું

Tags :
aboutAngryBJPConstructionCorporatorissuelocaloverpeoplesrepresentingsiteunderVadodara
Next Article
Home Shorts Stories Videos