ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ભાયલી ગેંગ રેપ મામલે પોલીસના નિવેદનમાં વિરોધાભાસ

VADODARA : નવરાત્રીના બીજા નોરતે વડોદરા (VADODARA) ના ભાયલીમાં ગેંગ રેપ (BHAYLI GANG RAPE) ની ઘટના સામે આવી હતી. તે બાદ પીડિતાના ગરબા રમવાની વાતને લઇને પોલીસ વિભાગના નિવેદનમાં વિરોધાભાસ સામે આવી રહ્યો છે. જેને પગલે લોકોના મનમાં તરહ તરહના...
11:46 AM Oct 09, 2024 IST | PARTH PANDYA

VADODARA : નવરાત્રીના બીજા નોરતે વડોદરા (VADODARA) ના ભાયલીમાં ગેંગ રેપ (BHAYLI GANG RAPE) ની ઘટના સામે આવી હતી. તે બાદ પીડિતાના ગરબા રમવાની વાતને લઇને પોલીસ વિભાગના નિવેદનમાં વિરોધાભાસ સામે આવી રહ્યો છે. જેને પગલે લોકોના મનમાં તરહ તરહના પ્રશ્નોએ સ્થાન લીધું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા સગીરા ગરબા રમવા નહી ગઇ હોવાનું મીડિયાને જણાવવામાં આવ્યું હતું. જ્યારે ગતરોજ કોર્ટમાં રજુ કરેલી રિમાન્ડ અરજીમાં પીડિતા ચણીયાચોલી પહેરીને ગરબા રમવા ગઇ હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

પીડિતા તેના મિત્રને મળવા માટે ઘરેથી નિકળી હતી

સંસ્કારી નગરી વડોદરાના કલંકિત કરનારી ઘટના નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં ઘટી હતી. જ્યાં ત્રણ નરાધમો દ્વારા સગીર દિકરી પર ગેંગ રેપ આચરવામાં આવ્યું હતું. આ કાંડના આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 48 કલાકમાં જ દબોચી લેવામાં આવ્યા હતા. ઘટના બાદ જિલ્લા પોલીસ વડા રોહન આનંદે મીડિયાને જણાવ્યું હતું કે, પીડિતા તેના મિત્રને મળવા માટે ઘરેથી નિકળી હતી. તે સાદા કપડામાં હતી. જો કે, ગતરોજ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. તેમાં અગાઉના નિવેદનથી વિપરીત પરિસ્થિતીનું વર્ણન કરવામાં આવ્યું છે.

ગરબાના મેદાનમાં કીચડ હોવાના કારણે તેઓ બહાર ગયા હતા

રિમાન્ડ અરજીમાં પીડિતા ચણીયાચોલી પહેરીને ન્યુ અલકાપુરી વિસ્તારમાં આયોજિત આયોજન સ્થળે ગરબા રમવા ગઇ હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરબાના મેદાનમાં કીચડ હોવાના કારણે તેઓ બહાર ગયા હતા. અને ભાયલી વિસ્તારની શાંત જગ્યાએ સગીરા અને તેનો મિત્ર બેઠા હતા. જ્યાં નરાધમોએ આવીને આ દુષ્કૃત્યને અંજામ આપ્યો હતો. જેથી પોલીસના થોડાક દિવસોના અંતરમાં આપવામાં આવેલા નિવેદનમાં વિરોધાભાસ ખુલ્લો પડી જવા પામ્યો હતો. આ મામલે કોર્ટે આરોપીઓને બે દિવસના રિમાન્ડ મજુર કરતા હવે વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ તપાસ માટે જિલ્લા પોલીસ દ્વારા એસઆઇટીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ સામેલ છે.

આ પણ વાંચો -- VADODARA : ગેંગ રેપના આરોપીઓના ગેરકાયદે ઘર પર ફરશે બુલડોઝર, 72 કલાક બાદ એક્શન

Tags :
bhaylicontroversyganginMindpeoplespolicequestionraisedRapestatementTwoVadodara
Next Article