Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાયલી ગેંગ રેપની તપાસ તેજ, શકમંદોને રાઉન્ડ અપ કરાયા

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ સગીરા પર ગેંગ રેપની ઘટના સામે આવી છે. જે બાદ વડોદરા ગ્રામ્ય પોલીસ તથા શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ આ મામલાની તપાસમાં જોડાઇ છે. વર્ષ 2019 માં વડોદરાના નવલખી...
vadodara   ભાયલી ગેંગ રેપની તપાસ તેજ  શકમંદોને રાઉન્ડ અપ કરાયા

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ સગીરા પર ગેંગ રેપની ઘટના સામે આવી છે. જે બાદ વડોદરા ગ્રામ્ય પોલીસ તથા શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ આ મામલાની તપાસમાં જોડાઇ છે. વર્ષ 2019 માં વડોદરાના નવલખી મેદાન ખાતે પોતાના મંગેતર જોડે બેઠેલી સગીરા જોડે ગેંગ રેપની ઘટના બની હતી. તેની તપાસની તર્જ પર ભાયલી વિસ્તારમાં બનેલી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. બંને કિસ્સામાં અંધારૂ હોવાથી પીડિતા આરોપીઓને ચોક્કસ રીતે જોઇ શકી ન્હતી. હાલ આ મામલે શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું સપાટી પર આવ્યું છે.

Advertisement

સગીરાને પીંખીને નરાધમો ત્યાંથી ભાગી છુટ્યા હતા

નવરાત્રીના બીજા નોરતે પોતાના મિત્ર સાથે સગીરા ભાયલી વિસ્તારમાં આવેલી અંધારી જગ્યાએ બેસી હતી. દરમિયાન બે બાઇક પર પાંચ લોકોએ આવીને બંને જોડે માથાકુટ કરી હતી. ત્યાર બાદ એક બાઇક પર આવેલા બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે અન્ય ત્રણ દ્વારા માથાકુટ ચાલુ રાખવામાં આવી હતી. ત્યાર બાદ ત્રણ પૈકી એક દ્વારા સગીરાના મિત્રને રોકી રાખવામાં આવ્યો હતો. અને બાકીના બંને દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાને પીંખીને નરાધમો ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ મામલો પોલીસ મથક પહોંચ્યા બાદ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતરીને પુરાવાઓ એકત્ર કર્યા હતા. વૈજ્ઞાનિક ઢબે પુુરાવા એકત્ર કરવા માટે બેરીકેટીંગ કરીને એફએસએલની ટીમ કામે લાગી હતી. એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળે 17 થી વધુ જગ્યાઓએ માર્કિંગ કરીને પુરાવાઓ એકત્ર કર્યા હતા.

8 જેટલા શકમંદોનો રાઉન્ડ અપ કરીને તેમની આકરી પુછપરછ

આ ઘટનાને હાલ 24 કલાક વિતી ગયા છે. અને કલંકિત કરનારી ઘટનાને અંજામ આપનારા નરાધમો હજી પણ પોલીસની પકડની બહાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા ગ્રામ્ય પોલીસની હદમાં બનેલી જઘન્ય ઘટનાની તપાસમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો જોડાઇ છે. હાલ આ મામલે 8 જેટલા શકમંદોનો રાઉન્ડ અપ કરીને તેમની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. ગતરાત્રે રેન્જ આઇજી દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને બંધ બારણે મીટિંગ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

નવલખી મેદાન ખાતેની ઘટનાની તપાસની તર્જ પર ભાયલીની ઘટનાની તપાસ

બીજી તરફ વર્ષ 2019 માં નવલખીમાં ગેંગ રેપની ઘટના સામે આવી હતી. ભાયલીમાં બનેલી ઘટના અને તેમાં અનેક સામ્યતાઓ છે. બંને કિસ્સામાં અંધારાનો લાભ લઇને નરાધમો દ્વારા કલંકિત કરતું કૃત્ય આચરવામાં આવ્યું હતું. પીડિતા તેમની બોલી તથા અન્ય ઓળખ જ જાણી શકી હતી. ત્યારે નવલખી મેદાન ખાતેની ઘટનાની તપાસની તર્જ પર ભાયલીની ઘટનાની તપાસ તેજ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હવે આરોપીઓ કેટલા સમયમાં પકડાય છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો -- Vadodara ની દુષ્કર્મની ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi થયા ભાવુક

Advertisement

Tags :
Advertisement

.