Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : BCA ની ચૂંટણી પૂર્વે ઐતિહાસીક ઘટના, ડો. બેંકરે કર્યો કમાલ

VADODARA : ડો. દર્શન બેંકરે મીડિયાને જણાવ્યું કે, તેમના સંપર્કમાં જેટલા સભ્યો હતા તેમની ફી ભરવામાં આવી છે. જેને ચૂંટણી સાથે કોઇ લેવાદેવા નથી
vadodara   bca ની ચૂંટણી પૂર્વે ઐતિહાસીક ઘટના  ડો  બેંકરે કર્યો કમાલ
Advertisement

VADODARA : બરોડા ક્રિકેટ ઓસો.ની ચૂંટણીને હજી 6 મહિના જેટલો સમય બાકી છે. આ વચ્ચે ડો. દર્શન બેંકર દ્વારા 200 સભ્યોની ફી ભરી દેતા માહોલ જામ્યો છે. આ રીતે ફી ભરપાઇ કરવાની ઘટના બરોડા ક્રિકેટ એસો.ના 87 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણીને લઇને એક જૂથ સક્રિય થતા અન્ય જૂથમાં દોડધામ મચી જવા પામી છે. આ વર્ષ બીસીએ માટે ચૂંટણીનું વર્ષ છે. અને 6 મહિનામાં પ્રમુખ, સેક્રેટરી સહિતા હોદ્દેદોરોનો કાર્યકાળ સમાપ્ત થનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. (DR. DARSHAN BANKER PAID BCA MEMBERSHIP FEES OF MEMBER - VADODARA)

બીજા જૂથમાં દોડધામ મચી ગઇ છે

બરોડ ક્રિકેટ એસો. માં બરાબરીના દાવેદારો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ 6 મહિના બાદ ખેલાવવાનો છે. 6 મહિનામાં પ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દેદારોનો કાર્યકાળ પૂર્ણ થતા ચૂંટણી યોજાશે. બીસીએમાં સત્તા મેળવવા માટે પૂર્વ તૈયારીઓ શરૂ થઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના ડો. દર્શન બેંકર દ્વારા બીસીએના 200 સભ્યોની ફી ભરી દેવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે. જેને પગલે બીજા જૂથમાં દોડધામ મચી ગઇ છે. બીસીએના મેનેજમેન્ટમાં ટોચનું સ્થાન મેળવવા માટે સંભવિત દાવેદારો અત્યારથી જ સક્રિય બન્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

ઓફિસમાં ગયા ત્યારે આ વાતની જાણ થઇ

બીસીએમાં 2,297 સભ્યો છે. જેમાં લાઇફ ટાઇમ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે. આ નામો પૈકી કેટલાક હયાત નથી, તો કેટલાક વિદેશમાં સ્થાયી થયા છે. તાજેતરમાં બીસીએના સભ્ય મેહુલ પટેલ તેમની મેમ્બરશીપ રીન્યુઆલ ફી ભરવા ઓફિસમાં ગયા ત્યારે તેમને આ વાતની જાણ થઇ હતી. જે બાદ સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. જો કે, ડો. દર્શન બેંકરે આ મામલે મીડિયાને જણાવ્યું છે કે, તેમને સંપર્કમાં જેટલા સભ્યો હતા તેમની ફી ભરવામાં આવી છે. આ વાતને ચૂંટણી સાથે કોઇ લેવાદેવા નથી.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રીમાંથી નીકળેલા પ્લાસ્ટીક વેસ્ટમાંથી રોડ બનાવાશે

Tags :
Advertisement
×

Live Tv

.

×