ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : બેંક કેશિયરને વાતોમાં ઉલઝાવી લોકર રૂમની ચાવી ગાયબ કરી

VADODARA : વડોદરા (VADODARA) શહેરના રણોલી ગામ નજીક આવેલી બેન્ક ઓફ બરોડાના કેશિયર જોડે ચોંકાવનારો કિસ્સોસ સામે આવ્યે છે. તેઓની કારને પંચર કરીને રસ્તામાં નજર ચૂકવી ગઠિયાઓ બેંકના લોકરની ચાવી સેરવીને પલાયન થાય જતા ચકચાર મચી જવા પામી છે. બાદમાં...
02:34 PM Aug 01, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) શહેરના રણોલી ગામ નજીક આવેલી બેન્ક ઓફ બરોડાના કેશિયર જોડે ચોંકાવનારો કિસ્સોસ સામે આવ્યે છે. તેઓની કારને પંચર કરીને રસ્તામાં નજર ચૂકવી ગઠિયાઓ બેંકના લોકરની ચાવી સેરવીને પલાયન થાય જતા ચકચાર મચી જવા પામી છે. બાદમાં કેશિયરની ગૂમ ચાવીની તપાસ કરતા જાણવા મળ્યું કે કેટલાક ગઠિયાઓ કારની આગળ પાછળ ફરતા હતા. તેમણે જ કોઇ કરામત કરી હોવાની આશંકા છે. આખરે સમગ્ર મામલો જવાહરનગર પોલીસ મથકે પહોંચ્યો છે. અને CCTVની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સ્ટ્રોંગરૂમની ચાવી લઈને ફરાર

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર વડોદરા નજીક રણોલી ગામે આવેલી બેન્ક ઓફ બરોડામાં કેશિયર તરીકે નોકરી કરતા રવિભાઈ સાંજના સમયે બેન્કનો સમય પૂર્ણ થતા પોતાની કારમાં બેસીને ઘર તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં બે યુવકો આવીને તેઓની કારનું ટાયર પંચર હોવાનું જણાવ્યું હતું. કેશિયર રવિભાઈ કાર માંથી ઉતરીને ટાયરનું પંચર ચેક કરવા જતા સમયે તેમાંથી એક ગઠિયો કારમાં મુકેલા પર્સ માંથી બેંકના સ્ટ્રોંગરૂમની ચાવી લઈને પલાયન થઈ ગયો હતો.

ટાયર જાણીને પંચર કર્યું

બાદમાં બેંકની ચાવીઓ ગુમ થયાની જાણ થતા જ તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ જવાહરનગર પોલીસનો સ્ટાફ સ્થળ પર આવીને કેશિયરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. બેન્ક નજીક લાગેલા CCTV તપાસતા જાણવા મળ્યું કે, કેટલાક ગઠિયાઓ પહેલાથી જ કેશિયરની કારની આગળ પાછળ ફરતા હતા. જ્યાં એક યુવકે કેશિયરને બીજી તરફથી વાતોમાં ઉલઝાવીને ડ્રાઇવર સાઈડનું આગળનું ટાયર જાણીને પંચર કર્યું હતું. અંતે રસ્તામાં મદદ કરવાના બહાને ચાવી તાફડાવીને પલાયન થઈ ગયા હતા.

ગઠિયાઓ ની શોધખોળ શરૂ

હાલ જાણવા મળતી માહિતી મુજબ, જવાહર નગર પોલીસે CCTV ની મદદથી ચોર ગઠિયાઓ ની શોધખોળ શરૂ કરી છે. કેશિયરની સતર્કતાને કારણે બેંકમાં ચોરીની દિશામાં આગળ વધતા ગઠિયાઓના મનસુબા અટકાવવામાં સફળતા મળી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : પતિએ સગર્ભા પત્નીને લોખંડની કોસ મારતા દમ તોડ્યો

Tags :
BankbusycashierinkeepkeymastertalkstheftVadodara
Next Article