Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના બે બિલ્ડર સાથે ડાયરીના આધારે ઠગાઈના કેસમાં મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ પોદાર ઝડપાયો

અહેવાલ---આનંદ પટણી, સુરત   સુરતના વરાછાના બિલ્ડર સાથે ડાયરીના આધારે રૂપિયા 32 કરોડની ઠગાઈ અને અન્ય બિલ્ડર અશ્વિન ચોવટીયા સાથે પણ ડાયરીના આધારે ઠગાઈ કરી હેરાન કરતા અશ્વિન ચોવટિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ પોદાર છેલ્લા...
સુરતના બે બિલ્ડર સાથે ડાયરીના આધારે ઠગાઈના કેસમાં મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ પોદાર ઝડપાયો

અહેવાલ---આનંદ પટણી, સુરત

Advertisement

સુરતના વરાછાના બિલ્ડર સાથે ડાયરીના આધારે રૂપિયા 32 કરોડની ઠગાઈ અને અન્ય બિલ્ડર અશ્વિન ચોવટીયા સાથે પણ ડાયરીના આધારે ઠગાઈ કરી હેરાન કરતા અશ્વિન ચોવટિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ પોદાર છેલ્લા બે મહિનાથી પોલીસ પકડથી બચવા માટે સતત ભટકી રહ્યો હતો અને ગતરોજ કોર્ટમાં હાજર થાય તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.

Advertisement

ડાયરીના આધારે બિલ્ડર સાથે થયેલી ઠગાઈની ઘટનામાં પ્રકાશમાં આવી

સુરતના જાણીતા બિલ્ડર અશ્વિન ચોવટીયા દ્વારા અમદાવાદમાં આત્મહત્યાના પ્રયાસની ઘટના બન્યા બાદ બિલ્ડરોની ડાયરીના આધારે થતી ઠગાઈનાં મુદ્દાઓ ગુજરાત ભરમાં ગાજ્યો હતો ત્યારે આ મામલે ડાયરીના આધારે બિલ્ડર સાથે થયેલી ઠગાઈની ઘટનામાં પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ સુરત વરાછા રોડ પર યસ પ્લાઝા ની પાછળ સોસાયટીમાં રહેતા બિલ્ડર પ્રકાશ લીમ્બાચીયાની પણ ત્રણ પ્રોજેક્ટના ફ્લેટમાં મકાન દુકાનની ડાયરી મેળવી 32 કરોડની ઠગાઈની ઘટના સામે આવતા સુરત પોલીસે અંજની ઉફે ગુડ્ડુ પ્રદીપ પોદ્દાર, પિતા પુત્ર ધીરુભાઈ હિરપરા, શ્રેયસકુમાર દલાલ રજનીભાઈ બાબુભાઈ કાબરીયા, ગૌરાંગ બોલારામ અને 21ફ્લેટ ના દસ્તાવેજો ગુડ્ડુ પોદાર પાસે કરનાર મધુસુદન સત્યનારાયણ દરેક વિરુદ્ધ અરજીના આધારે ક્રાઈમ બ્રાન્ચ એ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Advertisement

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેને કોર્ટ બિલ્ડીંગના ગેટ પાસેથી ઝડપી લીધો
જોકે ગૌરવ સલુંજા, મધુસુદન સત્યનારાયણ દરેકની ધરપકડ કરી તેમના ચાર દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. આ ગુનાની તપાસ કરવામાં મુખ્યત્વે જમીન દલાલ ગુડુ પોદ્દરને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ થી બચવા માટે લાંબા સમયથી આરોપી નાસતો ફરતો હતો. જોકે આરોપી કોર્ટના સરન્ડર કરે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેને કોર્ટ બિલ્ડીંગના ગેટ પાસેથી ઝડપી લીધો હતો.

બે મહિનાથી ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં ફરતો રહ્યો હતો
તેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પોલીસથી બચવા તે બે મહિનાથી ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં ફરતો રહ્યો હતો. પોલીસ પહેલા બિલ્ડર પ્રકાશ લીંબાસીયા સાથે થયેલા 32 કરોડના કેસના તેની ધરપકડ કરશે અને ત્યારબાદ વધુ તપાસ શરૂ કરશે વધારે અશ્વિન ચોવટીયા આપઘાત પ્રકરણમાં પણ મહત્વનો રોલ હોવાને લઈને જયંતિ બાબરીયા, રજની હિરપરા, રજની કાબરીયાએ ગુડુ પોદારના ઈશારે ખેલ કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે અન્ય બીજા કેસમાં પણ ગુડ્ડુ પોદાર ઇશારે ખેલ થયો હતો ત્યારે પોલીસ હવે આ મામલે વધુ કરતા મોટા પૂરા થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો---ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારો માટે કોમ્યુનિટી ઇન્ટરેક્શન પ્રોગ્રામનું આયોજન કર્યું

Tags :
Advertisement

.