Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી અનેે શેખ હસીના વચ્ચે મંત્રણા, આ 6 સમજૂતી પર હસ્તાક્ષર થવાની અપેક્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારતના પ્રવાસ પર રહેશે. મંગળવારે જ તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિને પણ મળશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સોમવારે ભારતની ચાર દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
pm મોદી અનેે શેખ હસીના વચ્ચે મંત્રણા  આ 6 સમજૂતી પર હસ્તાક્ષર થવાની અપેક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારતના પ્રવાસ પર રહેશે. મંગળવારે જ તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિને પણ મળશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સોમવારે ભારતની ચાર દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારતના પ્રવાસ પર રહેશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે 6 સમજૂતી કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. શેખ હસીના મંગળવારે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ મળવાના છે.
 આ છ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે
પીએમ મોદી અને શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન છ કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે. આ સમયગાળા દરમિયાન સુરક્ષા સહયોગ, રોકાણ, વેપાર સંબંધો, ઉર્જા અને ઉર્જા ક્ષેત્રે સહકાર, વહેંચાયેલી નદીઓની વહેંચણી, જળ સંસાધન વ્યવસ્થાપન, સરહદ વ્યવસ્થાપન, ડ્રગ હેર-ફેર અને માનવ તસ્કરી જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પ્રાધાન્ય મળવાની સંભાવના છે. આ તમામ મુદ્દે  બંન્ને જેશો વચ્ચેે છ કરાર થઈ શકે છે. 
બંન્ને  પડોશી દેશો વચ્ચે  દ્વિપક્ષીય મંત્રણા
શેખ હસીનાએ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ટુંક સમયમાં દ્વિપક્ષીય વાતચીત થવાની છે. દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.  શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે દ્વિપક્ષીય મંત્રણા થશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધો અને વેપારને નવી ઊંચાઈ આપવા માટે પાણી વ્યવસ્થાપન, રેલવે, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિત કુશિયારા નદીના પાણીની વહેંચણી સહિતના સાત કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.
બંને વડાપ્રધાનો વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા
સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન, પ્રાદેશિક જોડાણ માટે પહેલનું વિસ્તરણ અને દક્ષિણ એશિયામાં સ્થિરતા સ્થાપિત કરવી જેવા શેખ હસીનાની મુલાકાતમાં મુખ્ય સમાવિષ્ટ એજન્ડા છે. ભારત અને બાંગ્લાદેશે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કનેક્ટિવિટી પહેલને પુનર્જીવિત કરવા ઉપરાંત પ્રાદેશિક સહકાર માટે એક મોડેલ બનાવવાની માંગ કરી છે. અખૌરા-અગરતલા રેલ લિંક ટૂંક સમયમાં ફરી શરૂ થશે. ઉપરાંત, એવી ધારણા છે કે અગરતલા અને ચિત્તાગોંગ થોડા અઠવાડિયામાં હવાઈ માર્ગે સાથે જોડાઈ જશે.
Advertisement

'મિત્રતા એ કોઈપણ સમસ્યાનો ઉકેલ છે'
 આ પેહેલાં શેખ હસીનાએ કહ્યું કે મને આશા છે કે બંને દેશો વચ્ચે ખૂબ જ ફળદાયી ચર્ચા થશે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે દેશની વૃદ્ધિ કરવાનો અને આપણા લોકોની મૂળભૂત જરૂરિયાતોને પણ પૂરી કરવાનો છે, જે અમે કરી શકીશું. મિત્રતા દ્વારા તમે કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધી શકો છો. એટલા માટે અમે હંમેશા આજ રીતે આગળ વધવાનું પસંદ કરીએ છીએ. 
'બંને દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ, આ જ અમારું લક્ષ્ય છે'
શેખ હસીનાએ કહ્યું કે અમારું ધ્યાન આપણા લોકો વચ્ચે સહકાર વધારવા, ગરીબી ખતમ કરવા અને અર્થવ્યવસ્થાને સુધારવા પર છે. આ મુદ્દાઓ સાથે, અમે બંને દેશો સાથે મળીને કામ કરીશું. આનાથી માત્ર ભારત-બાંગ્લાદેશ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાના લોકો સારું જીવન મેળવી શકશે. તે અમારું લક્ષ્ય છે. 


શેખ હસીનાએ રાષ્ટ્રપતિ ભવનમાં કહ્યું- ભારત અમારો સારો મિત્ર છે
શેખ હસીનાએ રાષ્ટ્રપતિ ભવનમાં કહ્યું- ભારત અમારો મિત્ર છે. ભારતની મુલાકાત લેવી મારા માટે હંમેશા આનંદની વાત છે, કારણ કે તે હંમેશા આપણને બાંગ્લાદેશની આઝાદી સમયે આ દેશે આપેલા યોગદાનની યાદ અપાવે છે. અમારા સંબંધો મૈત્રીપૂર્ણ છે અને અમે હંમેશા એકબીજાને ટેકો આપીએ છીએ.
https://business.facebook.com/latest/composer?asset_id=100323085898891&business_id=488662872798623&nav_ref=profile_plus_intervention_comet_admin_composer&ref=biz_web_content_manager_published_posts&context_ref=POSTS

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું  સ્વાગત, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત 
ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મંગળવારે શેખ હસીના ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ મળ્યા હતા. તે પછી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત થઇ રહી છે. સત્તાવાર કાર્યક્રમો ઉપરાંત તે રાજસ્થાનમાં અજમેર શરીફ અને દિલ્હીમાં નિઝામુદ્દીન દરગાહની પણ મુલાકાત લેશે. શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારતના પ્રવાસ પર રહેશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે 7 કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.