Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાલીમાં વાવાઝોડા સાથે માવઠું, ઇડર પંથકમાં ધૂળની ડમરીઓ ઉડી

Sabarkantha News : રાજયના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી (Weather Forecast) બાદ ગુરૂવારે બપોર પછી સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલી અને ઈડર તાલુકામાં વાતાવરણમાં આવેલા પલ્ટા પછી વડાલી તાલુકાના કેટલાક ઠેકાણે વાવાઝોડા સાથે માવઠુ થયુ હતુ. જયારે ઈડર તાલુકામાં જોરદાર પવન...
07:01 PM Apr 11, 2024 IST | Hardik Shah
Unseasonal rains in Sabarkantha

Sabarkantha News : રાજયના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી (Weather Forecast) બાદ ગુરૂવારે બપોર પછી સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલી અને ઈડર તાલુકામાં વાતાવરણમાં આવેલા પલ્ટા પછી વડાલી તાલુકાના કેટલાક ઠેકાણે વાવાઝોડા સાથે માવઠુ થયુ હતુ. જયારે ઈડર તાલુકામાં જોરદાર પવન ફૂંકાવાને કારણે ધુળની ડમરી (strong wind) ઓ ઉડી હતી. જેના લીધે બંને તાલુકામાં ખેડુતો (Farmers) ના પાકને વ્યાપક નુકસાન થયાનું અનુમાન કરાઈ રહ્યું છે.

Sabarkantha News

આ અંગે આધારભુત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુરૂવારે બપોર બાદ સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં અનેક ઠેકાણે વાતાવરણમાં આવેલા પલ્ટાને લીધે ગરમીનો પારો નીચે ઉતરી ગયો હતો આખો દિવસ વાદળછાયો રહ્યો હતો. દરમિયાન વડાલી તાલુકામાં ગુરૂવારે બપોર બાદ વાતાવરણમાં આવેલા અચાનક પલ્ટાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન સાથે માવઠું થયું હતુ. જેના લીધે ખેતરોમાં પડી રહેલા ઘઉં ઘાસ સાથે ઉડી ગયા હતા. એટલુ જ નહીં પણ અચાનક થયેલા માવઠાને કારણે વરીયાળી, એરંડા તથા શાકભાજીના પાકોને પણ નુકસાન થયાનું ખેડૂતોનું કહેવુ છે. સાથો સાથ ઈડર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણના પલ્ટાને કારણે બપોર પછી જોરદાર પવન ફૂંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. જેને લઈને વાહન ચાલકો તથા અન્ય લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં મુશ્કેલી વેઠવી પડી હતી. તથા ધુળના રજકણો ઘરોમાં આવી જતાં મહિલાઓને તેને સાફ કરવામાં મહેનત કરવી પડી હતી.

Idar and Wadali

ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ ઈડર અને વડાલી તાલુકામાં થયેલા માવઠાને લીધે ખેડુતોના મહામુલાપાકને વ્યાપક નુકસાન થયુ હતુ. ત્યારબાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પણ કરાયો હતો. તેમ છતાં હજુ સુધી ખેડુતોને નુકસાનનું વળતર મળ્યુ ન હોવાનું ખેડુતોનું કહેવુ છે. જેથી સત્વરે સરકારે ખેડુતોની વ્હારે આવીને અસરગ્રસ્ત ખેડુતોને વળતર ચુકવી આપવાની માંગ પ્રબળ બની છે.

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો - SABARKANTHA : લોકસભાની ચુંટણી સંદર્ભે પોલીસ તંત્ર આવ્યું એક્શનમાં, લીધા આ પગલાં

આ પણ વાંચો - Sabarkantha : લોકસભા ચૂંટણી પહેલા AAP ના જાણીતા નેતાએ આપ્યું રાજીનામું, હવે નોંધાવશે અપક્ષ ઉમેદવારી!

Tags :
FarmersGujaratGujarat FirstGujarat NewsGujarati NewsIdarRainSabarkanthaSabarkantha Newsstate Meteorological Departmentstrong windWadaliweather forecast
Next Article