Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vibrant Summit અંતર્ગત સેમિનારમાં કેન્દ્રિય મંત્રી નીર્મલા સીતારમણનું નિવેદન

Vibrant Summit : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં સેમિનાર યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી નીર્મલા સીતારમણ ઉપસ્થિત રહ્યા હતા. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Summit) અંતર્ગત યોજાયેલા સેમિનારમાં નીર્મલા સીતારમણે નિવેદન આપ્યું હતું. ગિફ્ટસિટીથી ભારતીય ઉદ્યોગ સહસિકોને નવા...
12:44 PM Jan 11, 2024 IST | Maitri makwana

Vibrant Summit : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં સેમિનાર યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી નીર્મલા સીતારમણ ઉપસ્થિત રહ્યા હતા. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Summit) અંતર્ગત યોજાયેલા સેમિનારમાં નીર્મલા સીતારમણે નિવેદન આપ્યું હતું.

ગિફ્ટસિટીથી ભારતીય ઉદ્યોગ સહસિકોને નવા વિકલ્પો

તેમણે આ સેમિનારમાં કહ્યું હતું કે, ગિફ્ટસિટીથી ભારતીય ઉદ્યોગ સહસિકોને નવા વિકલ્પો મળી રહેશે. તેમણે કહ્યું કે વિશ્વ રોકાણકારોની નજર હવે ગિફ્ટસિટી પર પડી છે.

21મી સદીના નિર્માણ માટે કેન્દ્રીય નાણાં મંત્રાલય હંમેશા મદદરૂપ

આજે UPI સર્વિસના કારણે નાનામાં નાનો વ્યક્તિ પણ ઓનલાઈન વ્યવહાર કરતો થઈ ગયો છે. અને ગ્લોબલ ફંડનું રોકાણ ભારતીય સ્ટોક માર્કેટ અને મ્યુચ્યઅલ ફંડમાં વધી રહ્યું છે. સાથે જ તેમણે કાર્બન ઘટાડવાની વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે વાતાવરણમાંથી કાર્બન ઘટાડવા અંગે સૌ કોઈએ વિચારવું જોઈએ. નીર્મલા સીતારમણે જણાવ્યું કે 21મી સદીના નિર્માણ માટે કેન્દ્રીય નાણાં મંત્રાલય હંમેશા મદદરૂપ થતું રહેશે.

આ પણ વાંચો - SURAT: સુરતના ડીંડોલીમાં અસામાજિક તત્વો બેફામ

આ પણ વાંચો - RAJIV MODI CASE : દુષ્કર્મ મામલે પોલીસની ઝીણવટભરી તપાસ, 17 સાક્ષીઓના લેવાયા નિવેદન, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gift CityGujaratGujarat Firstmaitri makwanaNirmala SitharamanSeminarVibrant Summit
Next Article