Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara: હરણી દૂર્ઘટના મામલે વધુ ત્રણની ધરપકડ, તળાવમાં બોયન્સી કેપેસિટી ટેસ્ટ કરાયો

વડોદરા (Vadodara)માં બનેલી હરણી દૂર્ઘટના મામલે બીજા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, નૂતન શાહની તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા આવતા...
vadodara  હરણી દૂર્ઘટના મામલે વધુ ત્રણની ધરપકડ  તળાવમાં બોયન્સી કેપેસિટી ટેસ્ટ કરાયો

વડોદરા (Vadodara)માં બનેલી હરણી દૂર્ઘટના મામલે બીજા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, નૂતન શાહની તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા આવતા ઝડપી પાડ્યા હતા. મળતી વિગતો પ્રમાણે વત્સલ શાહ કોટિયા પ્રોજેકટમાં 10 ટકાનો ભાગીદાર હતો. 2018 માં નૂતન અને વૈશાખી શાહની 5-5 ટકા ભાગીદારી નક્કી કરાઈ હતી. આ દૂર્ઘટના બાદ આરોપીઓ ભરૂચ અને ત્યાર બાદ રાજસ્થાન તરફ ફરાર થઇ ગયા હતા. પરેશ શાહની પત્ની અને સંતાનો કોટિયા પ્રોજેકટમાં કુલ 20 ટકાની ભાગીદારી ધરાવે છે. હરણી લેક્ઝોનનું સંચાલન પરેશ શાહ અને વત્સલ શાહ કરતા હતા. આ સાથે ઓથોરિટી સિગ્નેચરમાં વત્સલ શાહની બેન્કિંગ વ્યવહારોમાં ચાલતી હતી.

Advertisement

હરણી તળાવમાં બોયન્સી કેપેસિટી ટેસ્ટ કરાયો

ઉલ્લેખનીય છે કે, આજે હરણી તળાવમાં બોયનસી કેપેસિટી ટેસ્ટ કરાયો હતો. બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે બોયાનસી ટેસ્ટ કરવામાં આવે છે. SIT ની ટીમ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડતા પલ્ટી હતી. પોલીસે 14 નો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઊતારી હતી. બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટને ચક્કર મરાવ્યો અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટના નું રીકન્સ્ટ્રક્શન કરાયું અને સમગ્ર તપાસમાં FSLની ટીમને પણ સાથે રખાઈ હતી.

Advertisement

આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું

વડોદરાની (VADODARA) ગોઝારી હરણી લેક ઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝન સ્કૂલના 12 માસૂમ વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના બોટ પલટી જતા પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી હતી. હરણી બોટકાંડમાં (Harani Boat Incident) 14 નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ પૈકી ચાર આરોપી ફરાર હતા તેમાંથી ત્રણની ધરપકડ કરી લેનામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

આ પણ વાંચો: ભારતમાં છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, સંપત્તિ જાણી ચોંકી જશો

Tags :
Advertisement

.