Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યના ૭૨ લાખ રાશનકાર્ડ ધારકોને માટે આવ્યા આ મોટા સમાચાર, વાંચો અહેવાલ

અહેવાલ - સંજય જોશી રાજ્યના ૭૨ લાખ રાશનકાર્ડ ધારકોને માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલુ મહિને તુવેરદાળનું વિતરણ કરાવવામાં આવનાર છે, અગાઉ આ બાબત અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ નવેમબર માસ...
રાજ્યના ૭૨ લાખ રાશનકાર્ડ ધારકોને માટે આવ્યા આ મોટા સમાચાર  વાંચો અહેવાલ
અહેવાલ - સંજય જોશી
રાજ્યના ૭૨ લાખ રાશનકાર્ડ ધારકોને માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલુ મહિને તુવેરદાળનું વિતરણ કરાવવામાં આવનાર છે, અગાઉ આ બાબત અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ નવેમબર માસ દિવાળીમાં તુવેરદાળનું વિતરણ કરશે. રાજ્યના ૭૨ લાખ NFSA રેશનકાડઁ ધારકોને રેશનકાર્ડ દીઠ એક કિલો ૫૦ રુપિયાના દરે વિતરણ કરાશે. ઓકટોબર માસમાં આ તુવેરદાળનું વિતરણ રેશનકાડઁ પર કરવાનું હતુ પરંતુ તે તુવેરદાળના નમૂના ફેઇલ થતા વિતરણ અટકાવ્યું હતું.
 તુવેરદાળના ભરેલા ચલણના રુપિયા દુકાનદારોને 1 થી 3 તારીખમાં પરત આપી દેવાયા હતા. જો કે ચાર જ દિવસમાં નિર્ણય બદલીને તુવેરદાળનું વિતરણ ફરી એકવાર રાજ્ય મા NFSA રેશનકાડઁ ધારકોને કરવા માટે ઓનલાઈન પરમીટ રેશનીંગ દુકાનદારોને આપવામાં આવી છે.
 ઓકટોબર માસમાં આ તુવેરદાળનું વિતરણ રેશનકાડઁ પર કરવાનું હતુ પરંતુ તે તુવેરદાળના નમૂના લેબોરેટરીમાં ફેઈલ થઈને અખાધ્ય બનતાં તેના વિતરણ પર મનાઈ ફરમાવવામાં આવી હતી અને ઓકટોબર માસમા રેશન સંચાલકઓએ તુવેરદાળના ભરેલા ચલણના રુપિયા ઓટો જનરેટ કરીને દુકાનદારોના એકાઉન્ટમા ૧ થી ૩ તારીખમાં પરત કરીને જમા કરાવી દેવામા આવ્યા હતા.
જો કે ચાર જ દિવસમાં નિર્ણય બદલીને આ તુવેરદાળ નું વિતરણ ફરી એકવાર રાજ્યમા NFSA રેશનકાર્ડ ધારકોને કરવા માટે આજે સાંજથી જ રેશન દુકાનોમા પરમિટ જનરેટ કરી દેવાની સાથે રેશનસંચાલક ઓને તેના ચલણના રુપિયા ભરીને ગોદામ થી તે તુવેરદાળ નો જથ્થો મેળવી લેવા સુચના આપવામાં આવી રહી છે.
રેશનિંગના વેપારીઓના મત મુજબ હાલ તો રેશન સંચાલકોને આ તુવેરદાળનો પચાસ ટકા પ્રમાણેનો જ જથ્થો ઓનલાઈન પરમિટની ફાળવણી કરીને આપવાનું કહેવામા આવ્યું છે, બીજો પચાસ ટકા જથ્થો ક્યારે મળશે તેની કોઈ ચોખવટ કરવામા આવી નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.