Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યની કેબિનેટમાં થઈ ખાતાંની વહેંચણી, ફડણવીસનું પલડું ભારે

રાજ્યમાં મંત્રીમંડળના પોર્ટફોલિયોની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગૃહ અને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર સત્તામાં આવી ત્યારે ફડણવીસે કહ્યું હતું કે તે કેબીનેટનો ભાગ નહીં હોય, પરંતુ નવીબ મુખ્યપ્રધાન પદ ઉપરાંત મહત્વપૂર્ણ ખાતાં દેવેન્દ્ર ફડણવીસ પાસે ગયા છે. મુખà«
રાજ્યની કેબિનેટમાં થઈ ખાતાંની વહેંચણી  ફડણવીસનું પલડું ભારે

રાજ્યમાં મંત્રીમંડળના પોર્ટફોલિયોની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગૃહ અને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર સત્તામાં આવી ત્યારે ફડણવીસે કહ્યું હતું કે તે કેબીનેટનો ભાગ નહીં હોય, પરંતુ નવીબ મુખ્યપ્રધાન પદ ઉપરાંત મહત્વપૂર્ણ ખાતાં દેવેન્દ્ર ફડણવીસ પાસે ગયા છે. મુખ્યપ્રધાન પાસે સામાન્ય વહીવટ તેમ જ શહેરી વિકાસ ખાતું છે.

Advertisement


રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મંજૂરી બાદ આ ખાતાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય, ઉર્જા અને જળ સંસાધન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. તેમ જ રાધાકૃષ્ણ વિખે પાટીલને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય 18 મંત્રીઓના ખાતા નીચે મુજબ છે.

Advertisement

રાધાકૃષ્ણ વિખે-પાટીલ - મહેસૂલ, પશુપાલન અને ડેરી વિકાસ

સુધીર મુનગંટીવાર- વનસંવર્ધન, સાંસ્કૃતિક બાબતો અને મત્સ્યોદ્યોગ

Advertisement

ચંદ્રકાંત પાટીલ- ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાપડ ઉદ્યોગ અને સંસદીય બાબતો

ડૉ. વિજયકુમાર ગામ- આદિજાતિ વિકાસ

ગિરીશ મહાજન- ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ, તબીબી શિક્ષણ, રમતગમત અને યુવા કલ્યાણ

ગુલાબરાવ પાટીલ- પાણી પુરવઠો અને સ્વચ્છતા

દાદા ભૂસે- બંદરો અને ખાણકામ

સંજય રાઠોડ- ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન

સુરેશ ખાડે- કામદાર

સંદીપન ભુમરે- રોજગાર ગેરંટી યોજના અને ફળોત્પાદન

ઉદય સામંત- ઉદ્યોગ

પ્રો. તાનાજી સાવંત- જાહેર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ

રવિન્દ્ર ચવ્હાણ - જાહેર બાંધકામ (જાહેર સાહસો સિવાય), અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા

અબ્દુલ સત્તાર- કૃષિ

દીપક કેસરકર- શાળા શિક્ષણ અને મરાઠી ભાષા

અતુલ સેવ- સહકાર, અન્ય પછાત અને બહુજન કલ્યાણ

શંભુરાજ દેસાઈ- રાજ્ય ઉત્પાદન શુક્લ

મંગલપ્રભાત લોઢા- પ્રવાસન, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા, મહિલા અને બાળ વિકાસ

Tags :
Advertisement

.