Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રેશનકાર્ડ દુકાનદારોની હડતાળનો મામલો, આજે ફરી સરકાર-હોદ્દેદારો વચ્ચે બેઠક

આજે ફરી રેશનકાર્ડ દુકાનદાર એસોસિએશનના હોદેદારો સાથે સરકારની બેઠક યોજાશે.. બપોર બાદ એસોસિએશનના હોદ્દેદારોને ગાંધીનગરનું તેંડુ આવ્યું છે. બેઠકમાં પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ફરી થશે હડતાળ સમેટવા અંગે ચર્ચા કરાશે. ગઈ કાલે બેઠક નિષ્ફળ રહી હતી  ગઈ કાલે પણ પુરવઠા...
રેશનકાર્ડ દુકાનદારોની હડતાળનો મામલો  આજે ફરી સરકાર હોદ્દેદારો વચ્ચે બેઠક

આજે ફરી રેશનકાર્ડ દુકાનદાર એસોસિએશનના હોદેદારો સાથે સરકારની બેઠક યોજાશે.. બપોર બાદ એસોસિએશનના હોદ્દેદારોને ગાંધીનગરનું તેંડુ આવ્યું છે. બેઠકમાં પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ફરી થશે હડતાળ સમેટવા અંગે ચર્ચા કરાશે.

Advertisement

ગઈ કાલે બેઠક નિષ્ફળ રહી હતી 

ગઈ કાલે પણ પુરવઠા વિભાગના અધિકારીઓ અને પુરવઠા મંત્રી સાથે થયેલ બેઠક થઇ હતી, પરંતુ આ બેઠક નિષ્ફળ રહી હતી. બેઠકમાં 300 કાર્ડની મર્યાદા દૂર કરવા બાબતે થઇ શકે છે સમાધાન. જો સમાધાનકારી વલણ નહિ અપનાવાય તો સરકાર અન્ય વિકલ્પ પર વિચારણા કરશે.

Advertisement

એસોસિએશનના પ્રમુખની દલીલ

એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે સપ્ટેમ્બર માસમાં સરકારે તેમની સાથે બેઠક કરી હતી, બાદમાં 300થી ઓછા રેશનકાર્ડ ધરાવનારને જ 20 હજાર કમિશન અપાયું હતું. 500થી વધુ રેશનકાર્ડ ધરાવનારનું કમિશન વધારવાની કોઇ જાહેરાત થઇ નથી. તેમનું કહેવું છે કે અગાઉ હડતાળ કરી ત્યારે સરકાર તરફથી 20 હજાર કમિશન, અનાજના ઘટ અને સર્વરની સમસ્યાના નિકાલ માટેની બાહેંધરી અપાઇ હતી, પરંતુ શરત મુજબ કમિશન અપાતું નથી

Advertisement

Tags :
Advertisement

.