Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURENDRANAGAR : BJP એ કોળી સમાજમાંથી ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા

સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, પરંતુ સુરેન્દ્રનગર લોકસભા સહિત ૦૪ બેઠકો પર ઉમેદવારને લઈને ક્યાંકને ક્યાંક કોકડું ગૂંચવાયું હતુ. ત્યારે BJP પક્ષ દ્વારા મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે સરપ્રાઈઝ સાથે...
surendranagar   bjp એ કોળી સમાજમાંથી ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા

સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, પરંતુ સુરેન્દ્રનગર લોકસભા સહિત ૦૪ બેઠકો પર ઉમેદવારને લઈને ક્યાંકને ક્યાંક કોકડું ગૂંચવાયું હતુ. ત્યારે BJP પક્ષ દ્વારા મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે સરપ્રાઈઝ સાથે નવા જ ચહેરા તરીકે કોળી સમાજના ચંદુભાઈ શિહોરાના નામની જાહેરાત કરતા ભાજપના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સુરેન્દ્રનગર જીલ્લા BJP કાર્યાલય નમો કમલમ ખાતે ઉપસ્થિત રહયા હતા જ્યાં ધારાસભ્યો સહિતના હોદેદારોએ ભવ્ય સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

આગામી ચૂંટણીમાં ઉમેદવારને લઈને સુરેન્દ્રનગર બેઠક પર BJP અને કોંગ્રેસ બંને પક્ષનુ કોકડું ગૂંચવાયું હતુ

લોકસભાની આગામી ચૂંટણીમાં ઉમેદવારને લઈને સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનુ કોકડું ગૂંચવાયું હતુ અને છેલ્લા ઘણા સમયથી અનેક દાવેદારોના નામો અંગે ભાજપમાં ચર્ચાઓ ચાલી રહી હતી તેમજ દરરોજ ઉમેદવારને લઈને નવા નવા સમીકરણો બહાર આવતા હતા ત્યારે ભાજપ પક્ષ દ્વારા કંઈ જ્ઞાતિમાં થી અને કોને લોકસભાની ટિકિટ આપવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઇ હતી.

Advertisement

BJP  એ કોળી સમાજમાંથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા

ત્યારે ભાજપ દ્વારા સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની સતાવાર જાહેરાત કરતા તમામ ચર્ચાઓ અને અટકળોનો અંત આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ફરી ચુંવાળીયા કોળી સમાજમાં થી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મૂળ હળવદ તાલુકાના કેદારિયા ગામે રહેતા ચંદુભાઈ જેઓ પોતે સિવિલ એન્જિનિયર છે અને મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, મોરબી જીલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, હળવદ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે.

Advertisement

ત્યારે તેમના નામની જાહેરાત થતાં જ તેઓ હળવદ થી સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ નમો કમલમ કાર્યાલય ખાતે આવ્યા હતા. જ્યાં કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મૂંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત ધારાસભ્યો પ્રકાશ વરમોરા, કિરીટસિંહ રાણા, હાર્દિક પટેલ સહિત જીલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરી મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવ્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં અંદાજે ૦૫ લાખ થી વધુ મતોની લીડથી જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

જ્યારે ભાજપના સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ પોતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મોડલ, સરકારી યોજનાઓ અને વિકાસના કામોને લઈ મતદારો પાસે મત માંગવા જશે અને લોકસભાની ચૂંટણીમાં અંદાજે ૦૫ લાખ થી વધુ મતોની લીડ થી જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર પોતે હળવદ તાલુકાના છે અને મોરબી જીલ્લામાં હોદ્દેદાર રહી ચૂક્યા છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં આવતી વઢવાણ, લિંબડી, દસાડા, ચોટીલા અને ધ્રાંગધ્રા વિધાનસભાના મતદારો ચંદુભાઈ શિહોરાને સ્વીકારે છે કે નહિ તે તો ચૂંટણી પરિણામ બાદ જ માલૂમ પડશે. તો બીજી બાજુ હવે કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કોળી સમાજમાંથી ઋત્વિક મકવાણાને ટિકિટ આપે છે કે પછી નૌશાદ સોલંકીને તેવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે.

આ પણ વાંચો : Every Vote Counts: ગુજરાતના કેટલાક એવા મતદાન મથકો, જે ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરે છે

Tags :
Advertisement

.