શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષિકા પરેશાન, બેંકની ભૂલના કારણે વધી મુશ્કેલી
ભૂલ બેંકની અને હેરાન થયા શિક્ષક (Teacher). આવું જ કઇંક તાજેતરમાં જોવા મળ્યું છે. મહેસાણાના માંકણજ સરકારી પ્રાથમિક શાળા (Mankanaj Government Primary School) ની શિક્ષિકાની મુશ્કેલીઓમાં ત્યારે વધારો થયો જ્યારે તેઓ બેંકમાં ચેક ક્લીયર કરાવવા માટે ગયા હતા. શિક્ષિકા બેંક (Bank) ની ભૂલના કારણે ખૂબ જ પરેશાન થઇ ગયા છે.
થોડા દિવસો પહેલા ભામિનીબેન પટેલ નામના શિક્ષિકાને જોટાણા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો. એવોર્ડની સાથે શિક્ષિકાને રૂ.5000 નો ચેક આપીને સન્માનિત કરાયા હતા. તે દરમિયાન શિક્ષિકાએ વિચાર્યું પણ નહીં હોય કે તેમને જે ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા છે તે તેમના માટે મુસિબત બની જશે. શિક્ષિકા ભામિનીબેન પટેલ જ્યારે તેમને મળેલો ચેક SBI બેંકમાં ક્લીયર કરાવવા માટે ગયા તો કે ક્લીયર જ ન થયો. તપાસ કરતા જાણવા મળ્યું કે, ભાવિનીબેને SBI બેંકમાં ચેક તો નાખ્યો પણ તે ડ્રોપ બોક્સમાં પડી જ રહ્યો. હવે જ્યારે તે વાતને 3 માસ થઇ ગયા ત્યારે બેંકે શિક્ષિકા પાસેથી લેખિતમાં નવો ચેક માગ્યો હતો. ત્યારબાદ શિક્ષિકાએ ફરીથી નવો ચેક લેવા માટે શિક્ષણ વિભાગનો સંપર્ક કર્યો તો ત્યાથી તેમને ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હતો. શિક્ષિકાનો આક્ષેપ છે કે, શિક્ષણ વિભાગના જીતુભાઈ નામના ક્લાર્કને જ્યારે તેમણે આ મામલે વાત કરી ત્યારે તેમને ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હતો.
શિક્ષિકાના આક્ષેપ બાદ જ્યારે શિક્ષણ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કેમેરા સામે કઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. તેટલું જ નહીં તેમણે ટેલીફોનિક તપાસ કરીને ઉકેલ લાવી દઇશું તે વાત પણ કરી હતી. અહીં વિચારવા જેવી વાત એ છે કે, ભૂલ કોની અને પરેશાન કોણ થઇ રહ્યું છે. જ્યારે એક શિક્ષિકા સાથે આવું થઇ શકે છે કે તો વિચારો કે એક ઓછું ભણેલા અને આવી બાબતોમાં થોડી ઓછી સમજણ હોય તેવા લોકો સાથે શું થઇ શકે છે?
આ પણ વાંચો - Jafarabad : દરિયામાં ડૂબી જવાથી સિંહણનું મોત, રાજ્યની પ્રથમ ઘટના
આ પણ વાંચો - Child Died in Surat : ફુગ્ગો શ્વાસનળીમાં ફસાઈ જતા 5 વર્ષના બાળકનું મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ