Tapi : મોરારી બાપુએ વ્યક્ત કરી ચિંતા, જાણો ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ શું કહ્યું ?
- દક્ષિણ ગુજરાતમાં સનાતન ધર્મ વિરુદ્ધ મસમોટું ષડયંત્ર!
- કથાકાર મોરારી બાપુએ ધર્માંતરણ પર વ્યક્ત કરી
- મને એક ગામીત ભાઈએ પત્ર લખ્યોઃ મોરારી બાપુ
- "ફ્રી શિક્ષણના નામે ચાલે છે ધર્મ પરિવર્તનનો ખેલ"
- આદિવાસી ભાઇ-બહેનોને ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે : હર્ષ સંઘવી
Tapi : દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં હિંદુ નાગરિકોને ધર્મ પરિવર્તન કરાવી સનાતન ધર્મ (Sanatan Dharma) વિરુદ્ધ મસમોટું ષડયંત્ર રચાતું હોય તેવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ મામલે, જાણીતા કથાકાર મોરારી બાપુએ (Morari Bapu) પણ ચિંતા વ્યક્ત કરી હતી. સોનગઢમાં કથા દરમિયાન 'ફ્રી શિક્ષણનાં નામે ધર્મ પરિવર્તનનો ખેલ ચાલે છે' તેવો એ પત્ર તેમને મળ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ શિક્ષણ મંત્રીને પત્ર લખી સરકારને આ મામલે ત્વરિત પગલાં લેવા માગ પણ કરી હતી. જો કે, હવે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન આવ્યું છે.
મને એક ગામીત ભાઈએ પત્ર લખ્યોઃ મોરારી બાપુ
તાપી જિલ્લાનાં (Tapi) સોનગઢમાં કથા દરમિયાન કથાકાર મોરારી બાપુએ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા ધર્મ પરિવર્તનનાં ષડયંત્ર અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને એક ગામીત ભાઈએ પત્ર લખ્યો છે, જેમાં ફ્રી શિક્ષણનાં નામે ધર્મ પરિવર્તનનો ખેલ ચાલે છે તેમ જણાવ્યું છે. પત્રમાં લખ્યું છે કે સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. અહીં, વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત એવા તથાકથિત ધર્મગુરૂઓ બાળકોને સેલવાસ અને દમણની શાળામાં મફતમાં ભણાવવા માટે લઈ જાય છે અને તે દરમિયાન ધર્મ પરિવર્તન (Religious Conversion) કરાવે છે. આ સાથે પત્રમાં ઉદ્યોગપતિઓને શાળા સ્થાપવા માટે આહ્વાન પણ કરાયું હતું.
આ પણ વાંચો - Junagadh : લંપટ પ્રોફેસરની શર્મનાક કરતૂત! વિદ્યાર્થિનીને કર્યા બીભત્સ મેસેજ, ચેટ વાઇરલ
ખોટી રીતે ફોસલાવી ધર્મ પરિવર્તન કરનારા કાયદાથી બચી નહીં શકે : હર્ષ સંઘવી
મોરારી બાપુએ (Morari Bapu) કહ્યું કે, શાળામાં ગીતા અપાય છે તે સરકારે સારૂં કર્યું. તાપીની શાળાઓમાં 70 ટકા માંથી 75 ટકા શિક્ષક અન્ય ધર્મનાં છે તેમ જ પગાર સરકારનો ખાઈ છે અને ધર્માંતરણ પણ કરાવે છે. બધાયે આ મામલે જાગૃત થવાની જરૂર છે. આ એક મોટી સમસ્યા છે, આ એક સંકટ છે. જણાવી દઈએ કે, મોરારી બાપુની રામકથામાં રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Pansheriya) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. દરમિયાન, ધર્મ પરિવર્તન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આદિવાસી ભાઇ-બહેનોને ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે. ખોટી રીતે ફોસલાવી ધર્મ પરિવર્તન કરનારા કાયદાથી બચી નહીં શકે. આદિવાસી ભાઇ-બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ છે.
આ પણ વાંચો - Mehsana : USA માં ગુજરાતી પિતા-પુત્રીને અશ્વેત શખ્સે ગોળી મારી હત્યા કરી
ભોળા વિદ્યાર્થીઓને ભરમાવાશે તો સાંખી નહીં લેવાય : પ્રફુલ પાનસેરિયા
બીજી તરફ રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે કહ્યું હતું કે, કોઈપણ પૂજા-અર્ચના સામે વાંધો નથી. પરંતુ, બાળમાનસને ખોટું ન ભરમાવાય તે જરૂરી છે. ભોળા વિદ્યાર્થીઓને ભરમાવાશે તો સાંખી નહીં લેવાય. ખોટી ધર્મ પ્રચારની વાતો નહીં સાંખે લેવાય. ગેરકાયદે પ્રવૃતિને બિલકુલ ચલાવી નહીં લેવાય. નોંધનીય છે કે, તાજેતરમાં તાપી જિલ્લાનાં સોનગઢનગરમાં ધર્મ પરિવર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયોમાં હિન્દુ વસ્તીમાં એક મહિલા-પુરુષ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. જ્યારે, સ્થાનિકો દ્વારા ખ્રિસ્તી ધર્મનાં પ્રચારકોનો વિરોધ કરવામાં આવે છે. આ વાઇરલ વીડિયો સામે આવતા હોબાળો થયો હતો. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચો - Sabarkantha : સરકારી ગ્રાન્ટ ચાઉં કરવા મહિલા સદસ્યે ભારે કરામત કરી હોવાનો આક્ષેપ