Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PORBANDAR માં તંત્ર થયું સજાગ; રિલાયન્સ મોલ, વી-માર્ટ અને ક્રોમા વિરુદ્ધ થઈ કાર્યવાહી

PORBANDAR : ગાંધીભૂમિ પોરબંદરના ( PORBANDAR ) ઇતિહાસમાં પ્રથમ વખત પોરબંદરના ( PORBANDAR ) કલેકટરના આદેશની કડક રીતે અમલવારી કરવામાં આવી રહી છે રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદરમાં તંત્ર દ્વારા એનઓસી ન ધરાવતા તેમજ જીડીસીઆરના નિયમ વિરુદ્ધ વાળા બાંધકામ જે ખડકી...
10:50 AM Jun 01, 2024 IST | Harsh Bhatt

PORBANDAR : ગાંધીભૂમિ પોરબંદરના ( PORBANDAR ) ઇતિહાસમાં પ્રથમ વખત પોરબંદરના ( PORBANDAR ) કલેકટરના આદેશની કડક રીતે અમલવારી કરવામાં આવી રહી છે રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદરમાં તંત્ર દ્વારા એનઓસી ન ધરાવતા તેમજ જીડીસીઆરના નિયમ વિરુદ્ધ વાળા બાંધકામ જે ખડકી દેવાયેલા છે તેને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ચેમ્બર ઓફ કોમર્સ, રિલાયન્સ મોલ, વી-માર્ટ અને ક્રોમા કરાયું સીલ

પોરબંદર ( PORBANDAR ) નગરપાલિકાના ટીપી કમિટીના ચેરમેનની સહીથી આપેલી પરમિશનો માન્ય ન હોવાથી કલેકટરના હુકમ દ્વારા આજે પોરબંદરની જાણીતા શોપિંગ - મોલ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ સહિતની મિલકતોને સીલ મારવામાં આવી હતી. આને પોરબંદરના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી કહી શકાય છે. પોરબંદર નગરપાલિકાના ઇજનેર અજયભાઈ બારૈયાએ મીડિયાના આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આજરોજ શુક્રવારના રોજ નગરપાલિકાની ચકાસણી ટીમ ફાયર વિભાગ, બાંધકામ શાખાની ટીમ દ્વારા શહેરના જુદા જુદા મોલ અને બાંધકામોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ રિલાયન્સ મોલ, v-mart, ક્રોમા તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ની મિલકતોને સીલ કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સ હેઠળ આવેલ બિરલા હોલ, વિલિયમ જોન્સ પિઝા અને નિલેશ વસ્ત્ર ભંડાર સહિતની મિલકતને સિલ મરવામાં આવી છે.

ચેમ્બર ઓફ કોમર્સ સામે તંત્રની મોટી કાર્યવાહી

પોરબંદર શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા ચર્ચામાં રહ્યું છે. આજે તંત્રએ તેની સામે સીલ મારતા પોરબંદર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચેમ્બર ઓફ કોમર્સને શું કામ સીલ મારવામાં આવ્યુ છે. આ અંગે જવાબ આપતા અજય બારૈયા નગરપાલિકાના ઇજનેરે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ પાસે ફાયર સેફટીની એનઓસી ન હોવાથી તેમજ બિન કાયદેસર જી .ડી . સી. આર ના નિયમ વિરુદ્ધ બાંધકામ, તથા જી ડી સી આરના નિયમ મુજબ બી યુ પરમિશન ન હોવાથી ચેમ્બર ઓફ કોમર્સ તથા બિરલા હોલ સહિતની તેની મિલકતોને આજરોજ સીલ કરવામાં આવ્યું છે.

પોરબંદર નગરપાલિકાની ટીપી કમિટીએ આપેલી મંજૂરી શું કામ અમાન્ય છે

પોરબંદર નગરપાલિકાના ઇજનેર અજય બારૈયાએ મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જે મિલકતમાં જીડીસીઆરના નિયમ વિરુદ્ધ જે પરમિશનો આપવામાં આવેલી છે. જેમાં જિલ્લા કલેકટર દ્વારા કેસ ચલાવવામાં આવેલ હતા. જે અન્વયે જે હુકમો ઠરાવો ટીપી કમિટીના રદ કરવામાં આવેલા છે. એટલા માટે ટીપી કમિટીના ચેરમેનના સહીથી આપેલ પરમિશન માન્ય ન હોય જેથી આવી મિલકતો સીલ કરવા પાત્ર છે તેમ ઇજનેર જણાવ્યું હતું.

અહેવાલ - કિશન ચૌહાણ 

આ પણ વાંચો : શ્રીધામ ગુરુકુળ સંકુલના વિજય પ્રકાશ સ્વામીએ મારપીટના મામલે નોંધાવી પોલીસ ફરિયાદ

Tags :
Chamber of CommerceCROMAGujarat NewsPorbandarPORBANDAR PALIKARajkot fireRajkot fire incidentRelianceSealSHOP SEALV MART
Next Article