Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : કરોડોના ખર્ચે તૈયાર થયેલા તળાવની હાલત કફોડી

Surat : માંગરોળ તાલુકાની એક માત્ર તરસાડી નગર પાલિકા (Tarsadi Nagar Palika) ના લોકોની સુખાકારી અને મનોરંજન માટે ગુજરાત પ્રવાસન વિભાગ (Gujarat Tourism Department) દ્વારા રાજ્યના તત્કાલીન આદિજાતિ અને વિકાસ તેમજ વન પર્યાવરણ મંત્રી ગાંપતસિંહ વસાવા (Gampatsinh Vasava) ના પ્રયાસોથી...
surat   કરોડોના ખર્ચે તૈયાર થયેલા તળાવની હાલત કફોડી

Surat : માંગરોળ તાલુકાની એક માત્ર તરસાડી નગર પાલિકા (Tarsadi Nagar Palika) ના લોકોની સુખાકારી અને મનોરંજન માટે ગુજરાત પ્રવાસન વિભાગ (Gujarat Tourism Department) દ્વારા રાજ્યના તત્કાલીન આદિજાતિ અને વિકાસ તેમજ વન પર્યાવરણ મંત્રી ગાંપતસિંહ વસાવા (Gampatsinh Vasava) ના પ્રયાસોથી તળાવ મંજુર કરવામાં આવ્યું હતું. આશરે 5 વર્ષના સમયગાળા બાદ વર્ષ 2022 માં આ તળાવ તરસાડી નગરના પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પરંતુ માત્ર 2 વર્ષના સમયગાળામાં જ તરસાડી નગર ((Tarsadi Town) ના 24 કરોડના ખર્ચે તૈયાર થયેલા તળાવની હાલત બદથી બદતર થઈ ગઈ છે. તળાવ લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારથી તળાવમાં પાણી ભરાયું નથી અને જેને પગલે તળાવ જંગલમાં ફેરવાઈ ગયું છે. હવે તળાવ માત્ર તરસાડી નગરના લોકો માટે વોક વે બનીને રહી ગયું છે.

Advertisement

પ્રવાસન વિભાગ દ્વારા તળાવના બ્યુટીફીકેશન માટે કરોડો રૂપિયા ખર્ચી તળાવની પાળ પર 200 થી વધુ બાકડા મુકવામાં આવ્યા હતા. જે પૈકીના મોટાભાગના બાકડા તૂટીને નવરા થઈ ગયા છે. હાઇમોસ પોલ અને લાઈટો મુકવામાં આવી છે. પરંતુ એક પણ હાઇમોસ પોલ કે લાઈટો ચાલુ હાલતમાં નથી. ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે અને 24 કરોડના ખર્ચે નિર્માણ પામેલું તળાવ ઉકરડામાં ફેરવાઈ ગયું છે. તરસાડીના નગરજનો માટે ફૂડ કોર્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ ફૂડ કોર્ટના શટરો બંધ હાલતમાં જોવા મળે છે અને દુકાનોની અંદર પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. તળાવનું નિર્માણ ગુજરાત પ્રવાસન વિભાગ અને આર એન્ડ બી દ્વારા કરવામાં આવ્યું છે. તળાવમાં પાણી પહોંચાડવાનું કામ જી યુ ડી સી દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ અધિકારીઓની અણઆવડતના કારણે તળાવમાં પાણી પહોંચાડવા માટે નાખવામાં આવેલી પાઇપ લાઈન તળાવ સુધી પાણી પહોંચાડી શકી નહીં. એકવાર તો પૈસા વેડફી નાખવામાં આવ્યા હવે પાછા તળાવ સુધી પાણી પહોંચાડવા માટે પાઇપ લાઈન માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Advertisement

જોકે અગાઉ જે પાઇપ લાઈન નાખવામાં આવી હતી, તે કોન્ટ્રાક્ટરને કે કંપની વિરુદ્ધ કોઈ પગલાં લીધા કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. હાલ તળાવ જાળવણીના અભાવે જંગલ અને ખંડેર બની ચૂક્યું છે. જોકે તરસાડી નગરપાલિકાની હાલત પણ હાલ કફોડી છે. તરસાડી નગરપાલિકા પાસે એટલું સ્વં ભંડોળ નથી કે નગરપાલિકા પોતાના ખર્ચે તળાવની હાલત સુધારી શકે. તળાવ બનાવતા પહેલા તળાવમાં પાણી ક્યાંથી આવશે એ સૌથી મોટો પ્રશ્ન હોવો જોઈએ. પરંતુ ખબર નથી પ્રવાસન વિભાગ અને આર એન્ડ બી ને સેની ઉતાવળ હતી કે 24 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ તળાવ માટે વાપરી નાખી. શું તળાવ બનાવતા પહેલા પાણી ક્યાંથી લાવવામાં આવશે એ તપાશ નહીં કરવામાં આવી હોય ? અથવા તો પાઇપ લાઈન નાખી ત્યારે આર એન્ડ બી ના એન્જીનિયરોને ખબર નહી હોય કે પાણી નથી પહોંચવાનું ? કોઈ પણ જાતના પૂર્વભ્યાસ વગર જનતાના પૈસા વેડફી નાખવા એ હવે સરકારી બાબુઓની આદત બની ગઈ છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ તરસાડી નગરના 24 કરોડના તળાવમાં પાણી ક્યારે આવે છે કે પછી પાણી માટે ખર્ચવામાં આવેલા પૈસા પાણીમાં જશે ?

Advertisement

અહેવાલ - ઉદય જાદવ

આ પણ વાંચો - Dabhoi : 65 વર્ષીય વૃદ્ધ કાટમાળમાં દબાયા, થયું કમકમાટીભર્યુ મોત

આ પણ વાંચો - પશ્ચિમ બંગાળના TMC નેતા શાહજહાં શેખ વિરુદ્ધ અમદાવાદ શહેર ભાજપનો વિરોધ

આ પણ વાંચો - Amreli Congress Crisis: અમરેલીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો ધરતીકંપ

Tags :
Advertisement

.