Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat Rape Case : સગીરા પર દુષ્કર્મના આરોપીને કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા

Surat Rape Case : સુરત કોર્ટે એક 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીને સખત સજા આપી છે. કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે 50 હજારનો દંડ પણ આ આરોપી પર ફટકારવામાં આવ્યો છે. કોર્ટે આ મામલે...
surat rape case   સગીરા પર દુષ્કર્મના આરોપીને કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા

Surat Rape Case : સુરત કોર્ટે એક 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીને સખત સજા આપી છે. કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે 50 હજારનો દંડ પણ આ આરોપી પર ફટકારવામાં આવ્યો છે. કોર્ટે આ મામલે કહ્યું કે, આવા ગુનાને સહેલાઈથી લઇ શકાય નહીં.

Advertisement

કોર્ટે આરોપીને સંભળાવી 20 વર્ષની સજા

સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે. શહેરમાં મહિલાઓ સુરક્ષિત નથી. ગત વર્ષે 26 જાન્યુઆરીના રોજ એક શખ્સે એકલતાનો લાભ લઇ 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીએ સગીરાના માતા-પિતા ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, મામલો પોલીસ સુધી પહોંચતા આરોપી આકાશની ધરપકડ કરવામાં આવી હતી અને તેની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. હવે આ મામલે ડિસ્ટ્રીક્ટ કોર્ટે આરોપી આકાશને જેલ હવાલે કરી દીધો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સાથે 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આટલું જ નહીં કોર્ટે કહ્યું છે કે, આવા ગુનાને સહેલાઈથી લઇ શકાય નહીં. કોર્ટે કહ્યું કે, આરોપીને વધુમાં વધુ સજા થાય તો જ ન્યાયનું હિત જળવાઈ રહે છે.

આ પણ વાંચો - Ambaji Parikrama: પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪’

Advertisement

આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, અમદાવાદની Ghee Gud રેસ્ટોરન્ટને કરાઇ સીલ

આ પણ વાંચો - ChhotaUdepur : નેશનલ હાઈવે પર આવેલા સાઇન બોર્ડમાં છબરડા, ગુજરાત ફર્સ્ટે કર્યો રિયાલિટી ચેક

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.