Surat: બાળકીના મોતનો મામલો, પોલીસે બોગસ ડોક્ટરની કરી ધરપકડ
- સૂરમાં દોઢ વર્ષીય બાળકીનો મોતનો મામલો
- ડો. સમીમ અંસારીની પોલીસે કરી ધરપકડ
- પરિવારમાં શોકનો માહોલ
Surat: સુરત(Surat)માં બોગસ તબી( bogus doctor)બે બાળકીની સારવાર કરતા બાળકીનું મોત નિપજયું છે.બાળકી રમતા-રમતા પડી ગઈ હતી જેના કારણે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી,જયાં તેનું મોત થયું હતુ,સમગ્ર ઘટનાને લઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,ત્યારે પોલીસ પણ ચૌંકી ઉઠી અને ડોકટરની તાત્કાલિક ધરપકડ કરી હતી
બાળકીની સારવાર કરતો હતો બોગસ તબીબ
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભેસ્તાનમાં વિશાલ નગરમાં રહેતા અને ત્યાં ચિંધીનુ ગોડાઉન ચલાવતા રેબુલઉ શેખની સવા વર્ષીય પુત્રી ફાતીમા ગત 15 ફેબ્રુઆરીની રાતે ગોડાઉનમાં રમતી હતી ત્યારે તેના ડાબા પગની જાંઘમાં તિક્ષ્ણ હથિયાર વાગતા તેને સારવાર માટે પરિવારજનો ઉન ચંડાલ ચોકડી ગરીબ નવાઝ સોસાયટી ખાતે રેહાના ક્લીનીકમાં ડોકટર સમીમ સીરાઝુદ્દીન ( એસ.એસ ) અંસારી પાસે લઈ ગયા હતા.ડોક્ટર સમીમે તેને ચાર ઈન્જેક્શન આપી ટાંકા લેતા બાળકીની જીભ બહાર નીકળી ગઈ હતી.આથી ડોક્ટર સમીમે તેને સારવાર માટે મોટી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું,બાળકીને વધુ સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઇ હતી.જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.આ બનાવમાં બાળકીના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને લીધે બાળકીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરતા નવી સિવિલ ખાતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો -VADODARA : "રાવપુરાના રાજા" ગણેશજીની આગમન યાત્રા પરનું વિધ્ન મોડે મોડે દુર થયું
સુરત શહેરમાં બોગસ ડોકટરનો રાફડો
દરમિયાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે બાળકીનું મોત ઇન્જેક્શન આપવાથી થયું હતું.પોલીસ તપાસમાં તેવું જાણવા મળ્યું હતું કે ડોકટર સમીમ સીરાઝુદ્દીન ( એસ.એસ ) અંસારી ડીપ્લોમા ઈન ઈલેક્ટ્રો હોમિયોપેથી મેડીસીન હોવા છતાં રેહાના ક્લીનીકમાં ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હતો.તપાસ દરમિયાન ભેસ્તાન પોલીસે એકત્ર પુરાવાઓને આધારે ગતરોજ બોગસ ડોક્ટર સમીમ સિરાજુદ્દીન સફી અંસારી ( ઉ.વ.38, રહે.એ-13, ગરીબ નવાઝ નગર, સનામીલ રોડ, ભીંડી બજાર રોડ, ભેસ્તાન, સુરત. મુળ રહે.મુઝફરપુર, બિહાર ) વિરૂદ્ધ બેદરકારી અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી.